Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

કુતિયાણાની ધ્રુવાળા સીમમાં અજાણ્યા પુરૂષની હત્યાં

મરનારના શરીરે ઘા માર્યાના નિશાનનો પી.એમ. રિપોર્ટ : હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ

(પરેશ પારેખ દ્વારા)  પોરબંદર, તા. ૧પ :  કુતિયાણાની ધ્રુવાળા સીમમાં અજાણ્યા પુરૂષની હત્યાં કરીને ફેંકી દીધેલી લાશ મળી આવેલ  અને લાશને પી.એમ. માટે મોકલતા  મરનાર અજાણ્યા પુરૂષના શરીરે કોઇએ ઘા માર્યા હોવાનો પી.એમ. રિપોર્ટ આવતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધ્યો છે.

કુતિયાણાની ધ્રુવાળા સીમમાં અજાણ્યા પુરૂષની લાશ મળતા પોલીસે આ લાશને પી.એમ. માટે મોકલી હતી. મરનાર અજાણ્યા પુરૂષ ઉપર કોઇને ઘા માર્યા હોય તેવા નિશાનો હોવાનો પી.એમ. રિપોર્ટ આપતા પોલીસે જાતે ફરીયાદી બનીને અજાણ્યા શખ્સો સામે હત્યાની પોલીસ ફરીયાદ નોંધાવી છે.

પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલવા ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

(12:53 pm IST)