Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ખંભાળીયામાં જુગાર રમતા ૮ ઝડપાયા

ખંભાળીયા, તા.૧૫: રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ  દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોશીએ દારૂ-જુગારની અસરકારક કામગીરી કરવા સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડા નાઓની રાહબારી હેઠળ પો.સ.ઇ.શ્રી એસ.વી.ગળચરનાઓ એલ.સી.બી.સ્ટાફ સાથે ખંભાળીયા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ ફરતા હતા.

દરમ્યાન પો.હેડ કોન્સ. મસરીભાઇ આહીર તથા બોઘાભાઇ કેશરીયા અનુસંધાને નારૂભાઇ સીદાભાઇ જામ રહે. ખંભાળીયાએ તેના કબ્જા ભોગવાટાના ખંભાળીયા ટાઉનમાં નવાપરા શેરી નં. ૫પ માં આવેલ રોનક એપાર્ટમેન્ટમાં ત્રીજા માળેના ફ્લેટમાં જુગારનો અખાડો ચલાવે છે. આ સ્થળે રેઇડ કરી ૫૦,૪૦૦/ તથા મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂ.૨૬૦૦૦/ તથા વાહન મોટર સાઇકલ-૨ કિ.રૂ.૭૫૦૦૦/ મળી કુલ રૂ.૧,૫૧,૪૦૦/ના મુદામાલ સાથે (૧) નાગજણભાઇ ઉર્ફે નગાભાઇ ખીમાભાઇ જામ, ઉ.વ- ૩૦, રહે. મીલનચાર રસ્તા પાસે (ર) સુનીલભાઇ શાન્તીલાલ ઉનડકટ ઉ.વ-૩૫. રહે. ધરારનગર, નવા સતાવારા સમાજ પાસે, (૩) ચીરાગભાઇ ઉર્ફે મહાદેવ અનીલભાઇ વેગડા, ઉવ-ર૮ રહે, યોગેશ્વર નગર (૪) ગગજીભાઇ ઉર્ફે અજયભાઇ ડાડુભાઇ ધારાણી, ઉવ-ર૬. રહે. ધરારનગર (૫) ભીખુભાઇ રાયાભાઇ ધારાણી, ઉ.વ-૩૦, રહે. શીર તળાવ, શકિતનગર (૬) સાજણભાઇ સામરાભાઇ મશુરા, ઉવ-ર૪, રહે. ગૂલાબનગર ટેકરી, પોરબંદર રોડ (૭) ભરતભાઇ ઉર્ફે લકકી ખેતાભાઇ જામ, ઉવ-રપ, રહે. ડો.કણજારીયા હોસ્પીટલની પાછળ (૮) કાનાભાઇ નગાભાઇ જામ ઉ.વ-ર૧, રહે. બંસી હોસ્પીટલ પાસે, મીલન ચાર રસ્તા, ને ઝડપી લીધા હતા. ફરારી નારૂભાઇ સીદાભાઇ જામ રહે, બંગલાવાડી જાહેર થયેલ.

આ કાર્યવાહી એલ.સી.બી પો.ઇન્સ. જે.એમ.ચાવડાનાઓની સુચના મુજબ પો.સ.ઇ. એસ.વી. ગળચર, પી.સી. શીંગરખીયા, એએસઆઇ વિપુલભાઇ ડાંગર, ધર્મેન્દ્રસીહ ચુડાસમા, અજીતભાઇ બારોટ, ભરતભાઇ ચાવડા, દેવસીભાઇ ગોજીયા, સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા, નરસીભાઇ સોનગરા, એચસી મસરીભાઇ આહીર, બોઘાભાઇ કેશરીયા, લાખાભાઇ પિંડારીયા, અરજણભાઇ મારૂ, બલભદ્રસીહ ગોહીલ, જીતુભાઇ હુણ, જેસલસીહ જાડેજા, સહદેવસીહ જાડેજા, મહેન્દ્રસીહ જાડેજા, હસમુખભાઇ કટારા, પીસી વિશ્વદીપસીહ જાડેજા જોડાયા હતા.

(12:51 pm IST)