Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

દેવભૂમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુર પંથકમાં ૩ાા થી પ ઇંચ વરસાદઃ કોઝ-વે ઉપર પાણી ભરાતા લોકો હેરાન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧પ : દેવભૂમિ દ્વારકા જિલ્લામા઼ ગઇકાલે મેઘ રાજાએ ેકલ્યાણપુર તાલુકા ઉપર કૃપા કરી હોય તેમ કલ્યાણપુર તાલુકાના મોટાભાગના ગામોમાં સાડાત્રણ થી પાંચ ઇંચ વરસાદ પડતા અનેક સ્થળે રસ્તા પર પાણી ફરી વળતા રસ્તા બંધની સ્થિત થઇ હતી તો કેટલાક સ્થળે લોકો ફસાઇ ગયા હતા.

ગઇકાલે બપોરે ખંભાળિયાના બારાડી બેરાજા તથા નાના આખોટા, કલ્યાણપુરના મોટા આસોડા, રાણ વિ. ગામોના કોઝવે પર બે-બે ફુટ પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા જો કે જાનના જોખમે પાંચ-સાત વ્યકિત ભેગા થઇને વાહન પકડી પુર ઓળગંતા હતા.

ગઇકાલે ખંભાળિયામાં પોણો ઇંચ વરસાદ પડયો હતો જયારે ભાણવડ, દ્વારકામાં ઝાપટા પડયા હતા.

  • દરરોજ બપોર બાદ વરસાદ આવશેઃ ર૭ મી સુધી વરસાદ પડશેઃ ખંભાળીયાના કનુભાઇ કણઝારીયાની આગાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧પ : ખંભાળીયાના હવામાન આગાહીકાર કનુભાઇ કણઝારીયાએ જણાવ્યું હતુ કે આજે પણ બપોરે વરસાદ આવશે તથા રર/૭/ સુધી લગભગ રોજ એક બે વખત મેઘરાજાનો રાઉન્ડ રહેશે જે ર૭/૭ સુધી લંબાય તેવી સંભાવના છે.

(12:50 pm IST)