Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

રાજુલામાં વાવાઝોડાના સર્વેની સહાયમાં અન્યાય તથા પેટ્રોલ - ડીઝલ અને રાંધણગેસના વધેલા ભાવના વિરોધમાં આવેદનપત્ર

ધારાસભ્ય અંબરીષભાઇ ડેર અને કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં લોકો એકઠા થયા

રાજુલા તા. ૧૫ : રાજુલા જાફરાબાદ ખાંભા મત વિસ્તારના તૌકતે વાવાઝોડામાં વિવિધ નુકસાન સહાય ચુકવણીમાં થયેલા અન્યાય અને વધતા જતા પેટ્રોલ ડિઝલ અને ગેસનો ભાવ વધારો પરત ખેંચવાની માંગ સામે ધારાસભ્ય અંબરીષભાઇ ડેર અને કોંગ્રેસના આગેવાનો ની આગેવાની માં સૌ પ્રથમ ખાંભા ત્યારબાદ જાફરાબાદ અને હવે રાજુલા ખાતે રેલી આવેદનપત્ર અને ધરણાં પ્રદર્શન કરી જન આંદોલન કરવામાં આવી રહ્યા છે.

તેમાં દરેક તાલુકામાં બહોળી સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. વાવાઝોડાના કારણે લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો ત્યારે લોકોને સરકાર પાસે મોટી આશા હતી પરંતુ વાવાઝોડાને ૨ મહિના જેટલો સમય થવા આવ્યો પરંતુ હજું પણ મોટા ભાગના લોકો સહાય થી વંચિત છે અથવા તો પૂરતો સર્વે કરવામાં આવ્યો નથી તેમજ ભાજપના મળતિયાઓને સહાય ચુકવણી કરવામાં આવી હોવાનાં કોંગ્રેસ દ્વારા આક્ષેપો લાગવા આવી રહ્યા છે ત્યારે નામંજૂર અને ગૂમ થયેલા ફોર્મનાં લાભાર્થીઓને સહાય ચુકવવા તથા ફરી વિવિધ સહાય માટે રિ સર્વે કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે તો બીજી તરફ દૈનિક વધતા જતા પેટ્રોલ ડિઝલ અને ગેસ નાં ભાવો માં થતાં વધારાનાં પગલે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલી વેઠી રહ્યા છે જેના કારણે લોકોમાં પણ ભારે આક્રોશ છે ત્યારે રાજુલા ખાતે કોંગ્રેસનાં ધારાસભ્ય અંબરીષભાઇ ડેર તથા કોંગ્રેસ અગ્રણીની ઉપસ્થિતિમાં રાજુલા તાલુકા પંચાયત કચેરી એ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આવેદનપત્ર આપતા રજૂઆત કરી હતી કે તૌકતે વાવાઝોડામાં રાજુલા તાલુકામાં ભારે નુકસાની સર્જાઇ છે ત્યારે સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ સહાય માં યોગ્ય સર્વે કરવામાં આવ્યો નથી તેમજ ધણાં ફોર્મ ગુમ પણ થયેલા છે તો ઘણાં લોકોનાંઙ્ગ ખેતીવાડી વિસ્તારમાં હજુ પણ વીજ પુરવઠો કાર્યરત થયો નથી તેનાં કારણે ખેડૂતો હેરાન પરેશાન છે તેમજ જેમનાં ફોર્મ મંજૂર થયા તેમને પણ હજું સુધી નાણાં મળ્યા નથી. તેમજ સહાય ચુકવણીમાં પણ મળતીયાઓ અને લાગતાં વળતા લોકોને સંપૂર્ણ નુકસાન સહાયનાં ફોર્મ મંજૂર કર્યા પરંતુ ખરેખર જરૂરીયાતવાળા પરિવારો હજુ પણ સહાય થી વંચિત છે. તેમજ મોટા ભાગના લોકોને નુકસાન કરતા પણ બહું નજીવી રકમ ચુકવી મજાક કરવામાં આવી છે ત્યારે લોકોમાં ભારે આક્રોશ છે.

બીજી તરફ વધતાં જતાં પેટ્રોલ ડિઝલ અને રાંધણ ગેસનાં ભાવોનાં કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે ત્યારે સરકાર દ્વારા કરેલ ધરખમ ભાવ વધારો પરત ખેંચવાની માંગ સાથે ખૂબ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં જાફરાબાદ શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજયપાલને મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી મારફતે આવેદનપત્ર આપ્યું હતું.

કાર્યક્રમનાં અંતે રાજુલા પોલીસ દ્વારા ધારાસભ્ય અંબરીષ ડેરઙ્ગ રાજુલા નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગાંગાભાઈ હડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત જોષી, તા.પં વિરોધ પક્ષના નેતા જોરુભાઈ મેગળ, યુવા નેતા અજય શિયાળ, હિતેશ સોલંકીઙ્ગ કોંગ્રેસનાં આગેવાનો ની અટકાયત કરવામાં આવી હતી.

(12:47 pm IST)