Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

વિસાવદરના ભલગામ (મોટા)માં ૬ લાખનો દારૂ કબ્જે

જુનાગઢ તા. ૧પ :.. ભલગામ (મોટા) ગામે રહેતો શૈલેષભાઇ આપાભાઇ ઉર્ફે જગુભાઇ ધાંધલ કાઠી દરબાર પોતાના મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે. અને હાલ વેચાણ કરે છે. તેવી હકિકત આધારે એન. આર. પટેલ, એએસઆઇ કે. ડી. મારૂ તથા પો. હેઙ કોન્સ. ડી. ટી. ગઢવી તથા પો. હેડ કોન્સ. ડી. એન. ચાંચીયા તથા પો. હેડ કોન્સ. કમલસિંહ ઝનકાટ પો. કોન્સ. એ. એમ. વિસાવેલીયાએ રેઇડ કરતા ઇંગ્લીશ દારૂ બોટલ નંગ ૧૧૭૬ કુલ કિ. રૂ. પ,૮૮,૧ર૦ નો મુદામાલ તથા બીયર નંગ ૪૩ કુલ કિ. રૂ. ૪૩૦૦ એમ. મળી કુલ કિ. રૂ. પ,૯ર,૪ર૦ પ્રોહી. કલમ-૬પ (ઇ) મુજબ ગુનો રજી. કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

જુગાર રમતા ૪ ઝડપાયા

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવીતેજા વાસમશેટ્ટીની દારૂબંધી તથા જુગારબંધી અંગેની કડક સુચના અન્વયે તેમજ જુનાગઢ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક પ્રદીપસિંહ જાડેજા માર્ગદર્શન હેઠળ પ્રોહી. જૂગારની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય.

જે અનુસંધાને વિસાવદર પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વી. ડી. ગઢવીને હકિકત મળેલ કે, વિસાવદર સરદાર ચોક દાવલશાપીરની દરગાહના રોટા ઉપર જાહેરમાં લાઇટના અંજવાળે પૈસા પાના વડે તીનપતી નામનો હારજીતનો જૂગાર રમતા (૧) મકસુરભાઇ યુનુસભાઇ  મોદી ઉ.વ.ર૬, ધંધો મજુરી રહે. વિસાવદર ગુરૂકુળ પાસે મીલન રેસ્ટોરન્ટની બાજુમાં (ર) અદનાનભાઇ બસીરભાઇ માડકીયા, ઉ.વ.૩૪ ધંધો મજૂરી રહે. પાછળ મકરાણીપા (૩) હબીબખા ગુલાબખા પઠાન લોધી ઉ.પ૦ ધંધો વેપાર રહે. કોર્ટ પાછળ મકરાણીપા (૪) રજાકભાઇ હસનભાઇ મેતર ઉ.૬૦ ધંધો ખેતી રહે. કોર્ટ પાછળ મકરાણીપા ને રૂ. ૧૧ર૦૦ નો મુદામાલ સાથે મળી આવતા જુ. ધા. કલમ ૧ર મુજબ ગુનો રજી. કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

વિસાવદર પોલીસ સ્ટેશનના પ્રો. હે. કો. વી. ડી. ગઢવી તથા પો. કોન્સ. એન. ડી. હુણ તથા પો. કોન્સ. રાજેન્દ્રભાઇ રાઠોડ તથા પો. કોન્સ. ચીમનભાઇ કાનગડ તથા પો. કોન્સ. અમીતભાઇ વિસાવેલીયાનાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.

ભેંસાણ પો. સ્ટે.ના પોલીસ હેડ કોન્સ્. પીન્ટુભાઇ ભીખાભાઇ નાઓને હકિકત મળેલ કે, સોમાભાઇ ઘુઘાભાઇ મેવાડા, રહે. ચણાકા પોતાના મકાને જૂગારનો અખાડો ચલાવે છે. તેવી હકિકત આધારે ત્યાં રેઇડ કરતા (૧) પુનાભાઇ ઉર્ફે મુનો પબાભાઇ મેવાડા, ભરવાડ ઉ.૩૬ (ર) રમેશ ઉર્ફે રામો ઘેલાભાઇ ડોબરીયા પટેલ ઉ.વ.૩ર, (૩) કાંતીભાઇ ભીખાભાઇ રામાણી, પટેલ ઉ.પર, (૪) પરષોતમ જસ્મતભાઇ લુણારીયા પટેલ ઉ.૩પ (પ) ઘેલાભાઇ ગોબરભાઇ મેવાડા, ભરવાડ ઉ.૪૭, (૬) નીલેષ ચીમનભાઇ કોટક, લોહાણા ઉ.૩ર, (૭) નાસી જનાર રાજૂ ચોથાભાઇ મેવાડા (૮) મકાન માલીક સોમાભાઇ ઘુઘાભાઇ મેવાડા ભરવાડ ઉ.૬૦ ને રોકડા રૂ. ૩૧,૮૧૦, મો. ફોન નંગ-૭, કી. રૂ. ર૧,પ૦૦, મો. સા. ૧ કિ. રૂ. રપ,૦૦૦ મળી કુલ કિ. રૂ. ૭૮,૩૧૦ નો મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.

પો. સબ. ઇન્સ. એ. ડી. વાળા, તથા પોલીસ હેડ કોન્સ. પીન્ટુભાઇ ભીખાભાઇ વાઘેલા, તથા પોલીસ કોન્સ. હૈદરઅલી ઇબ્રાહીમભાઇ કચરા, તથા અરવિંદભાઇ ગોવિંદભાઇ બાંભણીયા નાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.

(12:46 pm IST)