Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ઉનાના રેલ્વે એન્જિનિયર હિતેનકુમાર જાનીને 'મેન ઓફ ધ મન્થ' એવોર્ડ

વાવાઝોડમાં નુકશાની બાદ પુનઃ સ્થાપનની શ્રેષ્ઠ કામગીરી કરેલ

(નવીન જોષી દ્વારા) ઉના,તા.૧૫ : રેલ્વેમાં જુનીયર એન્જિનિયર-રેલપથ તરીકે ફરજ બજાવતા હિતેનકુમાર અરવિંદભાઇ જાની વર્ષ ૨૦૨૧ દરમિયાન મે મહિનામાં વિશિષ્ટ સેવા માટે ભાવનગર ડીવીઝન દ્વારા ''મેન ઓફ ધ મન્થ એવોર્ડ'' થી સન્માનિત થયેલ છે.

ગત મે માસમાં આવેલ ''તૌકતે'' વાવાઝોડએ ઉના તથા આસપાસના વિસ્તારમાં નુકશાની કરી હતી. આ વાવાઝોડામાં થયેલી નુકશાની બાદ તેને  ફરીથી પુનઃસ્થાપન માટે કરેલી શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં લઇને તેઓ ડીવીઝનલ રેલ્વે મેનેજર- ભાવનગર દ્વારા ''મેન ઓફ ધ મન્થ એવોર્ડ'' થી સન્માનિત થયેલ.

આ પહેલા તેઓ વર્ષ ૨૦૧૬-૧૭ માટે શ્રેષ્ઠ કામગીરી બદલ વેસ્ટર્ન રેલ્વે , ચર્ચગેટ, મુંબઇ તરફ થી ''પ્રિન્સીપલ ચીફ એન્જિનિયર એવોર્ડ'' થી સન્માનિત થયેલ છે. વર્ષ ૨૦૧૮-૧૯  દરમિયાન સિવીલ એન્જીયરીંગ વિભાગમાં વરિષ્ઠ સેવા માટે રેલ મંત્રાલય દ્વારા સને ૨૦૧૮ના રોજ રેલ ભવન નવી દિલ્હી ખાતે રેલ મંત્રીશ્રીની ઉપસ્થિતીમાં ''મેમ્બર ઓફ એન્જિનિયરીંગ એવોર્ડ'' થી સન્માનિત થયેલ છે. તથા તેઓ વેર્સ્ટન રેલ્વે ચર્ચગેટ જનરલ મેનેજર મુંબઇ દ્વારા સને ૨૦૧૯ના રોજ ૬૪માં રેલ્વે વીક એવોર્ડ સમારોહમાં પણ સન્માનિત થયા છે. માત્ર સાત વર્ષની ટુંકી સર્વિસમાં જ આ એવોર્ડ મેળવી બ્રહ્મસમાજ તથા જ્ઞાતિ- પરિવારનું ગૌરવ વધારેલ છે.

(11:55 am IST)