Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

માણાવદરના ગ્રામ્ય વિસ્તારો ૧ થી ૭ ઇંચ વરસાદથી જળ બંબાકાર

નાનડિયા, નાકરા, સીતાણા, ભડૂલા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળા-વોકળા બેકાંઠે

(ગિરીશ પટેલ દ્વારા) માણાવરદ, તા. ૧પ :  તાલુકાના નાનડિયા, નાકરા ગામ આજુબાજુ ૩ થી ૪ ઇંચ ઝંઝાવતી વરસાદ પડ્યો હતો તો સીતાણા તથા ભડુલા ગામે પ થી ૬ ઇંચ અનરાધાર વરસાદે ધમરોળી નાખ્યું હતું. સીતાણા ગામે ગઇકાલે બપોરના ૩ થી પ વાગ્યા સુધીમાં ઝંઝાવાની બે કલાકમાં પ થી ૬ ઇંચ વરસાદ સમગ્ર વિસ્તારને જળબંબકાર થઇ ગયું હતું. બન્ને ગામની નદીઓમાં ભારે પ્રવાહ સાથે પૂર વહી રહ્યા છે. ગઇ કાલે સાંજે ૭ વાગ્યે વરસાદ ચાલુ હતો તથા બન્ને ગામ બેટમાં ફેરવાયા હતા અતિ ભારે વરસાદે નદીઓ, ચેકડેમો, ખેતરો જળબંબાકાર કરી દીધા હતા. ભડુલા ગામના ગ્રામજનોએ ટેલીફોનીક વાતચીતમાં ૭ ઇંચ વરસાદ કહી રહ્યા છે.

સીતાણા ત્થા ભડુલાના ગામના પાદર સુધી પાણી પહોંચ્યા તા હાલ પાણીના કારણે રસ્તો બંધ થયો હતો. સીતાણા ગામે પૂર પાણી ઘરમાં ઘુસી જતા મુશ્કેલી જોવા મળી હતી.

તો ભીતાણાના મેઘરમાં પાણી ઘુસી ગયા  હતા સાથે ગામમાં પુર જેવી સ્થિતિ પેદા થઇ છે. જળ બંબકાકાર થઇ ગયા છે. સીતાણા/ભીતાણા/ભાડુલા ગામોનું તંત્ર બેખબર છે.

માણાવદરમાં દોઢ ઇંચ વરસાદ ઝંઝાવાતી માત્ર ઝાપટા પડતા હતા મન મુકીને હજી વરસાદ વરસ્યો નથી. દોઢ ઇંચ વરસાદથી ખેતી પાકને ફાયદો થયો છે.

શહેરમાં પાલીકાની ભુગર્ભ ગટરમાં પાણી નીકાલની યોગ્ય વ્યવસ્થા ન હોય ઠેર-ઠેર પાણી ભરાઇ તો શહેરમાં રસ્તાઓમાં સીમેન્ટના બદલે ભરડીયાની ભુકી વપરાતી હોય તુટી ગયા તથા ખાડાઓ પડી ગયા જેમાં પાણી ભરાવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. પાણી ભરાતા રોગચાળાનો ખતરો તોળાઇ રહ્યો છે.

(11:53 am IST)