Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘની ૫૪ મી વાર્ષિક સાધારણ સભામાં નિવૃત થતાં મેનેજર ધીરૂભાઇ આરદેશણાને વિદાય

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા,તા.૧૫ : અહિંના રાજમાર્ગે ઉપર આવેલા તાલુકા સહકારી ખરૌદ વેચાણ સંઘના સભાખંડમાં સંસ્થાની ૫૪ મી વાષિંક સાધારણ સભા પ્રમુખ વલ્લભભાઈ સખીયાના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં વર્ષોથી મેનેજર તરીકે સેવા આપતા ધીરૂભાઈ આરદેશણા નિવૃત થતાં તેમને શાલ ઓઢાળી ઉષ્માભરી વિદાય આપવામાં આવેલ અને તેમની જગ્યાએ નવા આવેલા મેનેજર દિપકભાઈ ઠેસીયાને આવકારેલ હતા.

આ પ્રસંગે ઉપપ્રમુખ લખમણભાઇ સુવા (શેઠ), જીલ્લા બેંકના ડીરેકટર હરીભાઈ ઠુંમર (ભોલે), નરશીભાઈ મુંગલપરા, દલપતભાઈ માકડીયા, હરસુખભાઈ સોજીત્રા સહીત તમામ ડીરેકટરો સહીતનાઓ હાજર રહયા હતા.

(11:45 am IST)