Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

મોંઘવારીના મુદ્દે કોંગ્રેસની રેલી : ચામુંડા માતાજીને પણ આવેદન ધર્યું

સરકારની નીતિને કારણે વધતી મોંઘવારી : ચોટીલા કોંગ્રેસનો આક્ષેપ

(હેમલ શાહ દ્વારા)ચોટીલા તા.૧૫ :ચોટીલા ખાતે કોંગ્રેસના આગેવાનોએ સરકારની નીતિને કારણે વધતી જતી મોંઘવારી સામે કાર્યકર્તાઓ જોડે સંવાદ રેલી સ્વરૂપમાં ચામુંડા શરણે અને રાજયપાલ ને રજૂઆત કરતું આવેદન પ્રાત અધિકારીને પાઠવેલ છે.

તળેટી ખાતે આવેલ કોળી સમાજની વાડીમાં તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કારોબારી મિટિંગ સંવાદ સાથે યોજી હતી પ્રથમ કોંગ્રેસ ના કાર્યકરો અને આગેવાનો કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકો અને ચોટીલા તાલુકામાં કોળી સમાજ મજબૂત આવેવાનો ગુમાવ્યા તેને ૨ મિનિટ મૌન પાળી શ્રધાંજલિ આપી હતી તેમજ વધતી જતી મોંઘવારીના મુદ્દે કોવીડ કાળમાં પણ સરકારની નીતિઓના કારણે ક્રુડ ઓઇલના આંતર રાષ્ટ્રીય બજારના ભાવ નીચા હોવા છતા દેશમાં મોંઘા પેટ્રોલ ડીઝલના કારણે સામાન્ય માણસ માટે કમ્મરતોડ વધતી મોંઘવારીનો વિરોધ કરેલ હતો

સરકારની નીતિઓનો વિરોધ અને લોકોને સાચી વાસ્તવિકતા થી વાકેફ કરવા કાર્યકર્તાઓને લોકો વચ્ચે જવા હાકલ કરેલ હતીઙ્ગ

આજના કાર્યક્રમમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ , ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા,કલ્પનાબેન મકવાણા, તાલુકા પ્રમુખ સોમભાઈ બાવળિયા, શહેર પ્રમુખ છબિલભાઈ વાઘેલા , હરેશભાઈ ચૌહાણ સહિતના આગેવાનો જોડાયા હતા.

(11:39 am IST)