Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ચામુંડા તળેટી ધંધાર્થીઓએ ટ્રાફિક સમસ્યા ઉકેલવા આવેદન

મેઘાણી સર્કલથી પગથીયાં સુધી કાર અને મોટા વાહનો બંધ કરાવવા માંગ પૂનમ/ રવિવારનાં ટ્રાફિક જામની રાવ

(હેમલ શાહ દ્વારા)ચોટીલા તા.૧૫ : રાજયનાં પ્રસિદ્ઘ યાત્રાધામ ચોટીલા ચાંમુડા તળેટીના ધંધાર્થીઓ એ તળેટીની ટ્રાફિક મુશ્કેલી ઉકેલવા આવેદન પાઠવી તળેટી નો રસ્તો મોટા વાહાનો અને કાર માટે પ્રતિબંધ કરવા માગણી કરી છે.ઙ્ગ

ચોટીલા પોલીસને લેખિત આવેદન પાઠવી તળેટી ધંધાર્થીઓ લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે હાલમાં કોરોના સમયમાં છુટછાટ મળતા ચાંમુડા માતાજીના મંદિરે રવિવાર તથા પુનમ ના દિવસે લાખો ની આસપાસ દર્શનાર્થીઓ આવતા થયેલ છે, હાઇવે ચોકડી અને પાળીયાદ ગેઇટ બંન્ને તરફ થી વાહાનો આવતા હોવાથી ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાય છે. ચાલીને તેમજ સુતા સુતા ની માનતા વાળાને અપાર મુશ્કેલી થાય છે અને સામન્ય માણસ પણ ચાલી શકતા નથી અને ટ્રાફીક જો૨દા૨ થાય છે જેથી માતાજી ના પગથીયાથી લઈ મેધાણીજી ના પુતળા સુધી ટ્રાફીક જામ સર્જાય છે

વાહનો ચલાવનારા ઘણા દારૂ પીને આવતા હોય છે અને આડેધડ વાહન ચલાવે છે અને યાત્રીકોને ઈજા પણ નાની મોટી થતી હોય છે. ડુંગર જવા આવવા માટે ના રસ્તા ઉપ૨ ચેકીંગ ક૨વા તેમજ પગથીયા પાસે નો પાર્કિંગ હોવા છતાં આડેધડ વાહનો પાર્કીંગ ક૨ીને જતા રહે છે, વાહનો પાર્કીંગમાં જ વ્યવસ્થિત પાર્ક થાય તેવી વ્યવસ્થા કરાવવા જણાવ્યું છે.ઙ્ગ

તેમજ મેઘાણી સર્કલ થી મંદિ૨ પગથીયાં સુધી નો ૨સ્તો મોટા વાહનો તેમજ ફોર વ્હીલ માટે બંધ કરવા ની માગણી સાથે ચામુંડા મંદિરે આવતા યાત્રાળુઓની અને ધંધાર્થીઓ ની મુશ્કેલી હલ કરવા આવેદન પાઠવેલ છે.

(11:39 am IST)