Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

રોટરી કલબ ઓફ હળવદ અને તેની ૭ કલબોનો પદગ્રહણ સમારોહ યોજાયો

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૧૫: રોટરી સાથે સંકલિત વિવિધ કલબોના પ્રેસિડેન્ટ, સેક્રેટરી, અને બોર્ડ મેમ્બરોએ વર્ષ ૨૦૨૧/૨૨ માટે શપથ લીધા હતા અને પદગ્રહણ કર્યું હતું.

રોટરી કલબ ઓફ હળવદના પ્રેસિડેન્ટ તરીકે ગોપાલભાઈ ઠક્કર, સેક્રેટરી કાંતિભાઈ પટેલ, ઇનર વિલ કલબમાં જલ્પાબેન અદ્યારા, સેક્રેટરી રીટાબેન એરવાડિયા, રોટરેકટ કલબમાં પ્રેસિડેન્ટ ઉત્ત્।મ પટેલ, સેક્રેટરી મિતેષ મુંજપરા, આર.સી.સી. સિનિયર સીટીઝન કલબમાં હસુભાઈ પટેલ, સેક્રેટરી મનજીભાઈ મેર, આર. સી.સી ટિકરમાં વિનોદભાઈ એરવાડિયા,સેક્રેટરી સંતોષભાઈ દેથરીયા, ઇન્ટરેકટ કલબમાં પ્રેસિડેન્ટ દેવાંગ રાવલ, સેક્રેટરી સૂર્યદીપ ઝાલા, અરલીએકટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલમાં યુવરાજ રાઠોડ, સેક્રેટરી ભાવિન મકવાણા ની વરણી કરવામાં આવી હતી.ઙ્ગ

આ સમારોહમાં ભુજથી ખાસ ઉપસ્થિત પાસ્ટ આસિસ્ટન્ટઙ્ગ ગવર્નર ડિસ્ટ્રીકટ ૩૦૫૪ ના જયેશભાઇ શેઠ દ્વારા દરેક કલબના હોદ્દેદારોને શપથ લેવડાવામાં આવ્યા હતા. આ પ્રસંગે આસિસ્ટન્ટ ગવર્નર રાજીવભાઈ મહેતા તેમજ વઢવાણ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, વઢવાણ મેટ્રોઙ્ગ મોરબી કલબના હોદેદારો અને રોટરીયનો તેમજ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.

(11:37 am IST)