Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ભાવનગરમાં અલ્કા ટોકીઝ પાસે થયેલ રિયાઝ હત્યા કેસમાં પકડાયેલ ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા

ભાવનગર તા. ૧પ :.. ત્રણેક વર્ષ પુર્વે ભાવનગર શહેરના અલ્કા ટોકીઝ પાસે ત્રણ શખ્સોએ એક સંપ કરી એક યુવાનની હત્યા કરી હતી. આ અંગેનો કેસ ભાવનગરના એડી. સેશન્સ જજ ઝેઙ વી. ત્રિવેદીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ભરતભાઇ વોરાની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી ત્રણેય આરોપીઓ સામે ગુનો સાબીત માની આરોપીઓને આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.

આ કામે ફરીયાદી તૌફીકભાઇ એહમદભાઇ મનસુરી (જાતે પિંજારા ઉ.વ.૩૧ રહે.), મોતી તળાવ કાદરી મસ્જીદ વાળો ખાંચો, ભાવનગર)ના નાનાભાઇ રિયાઝ (મરણ જનાર) ના મિત્ર સમશેરભાઇ ચૌહાણનું એકાદ વર્ષ પહેલા વડવા બાપેસરા કુવા ખાતે ખુન થયેલ જે ખુનમાં સંડોવાયેલ આરોપીઓ (૧) સાજીદ અબ્દુલસતારભાઇ  દસાડીયા (રહે. વડવા વોશીંગઘાટ, કન્યા શાળા સ્કુલ સામે, ભાવનગર), (ર) એજાજભાઇ ઉર્ફે મુંગો અહેમદભાઇ કુરેશી (રહે. વડવા બાપેસરા કુવા, સીદીવાડ, સબર બિલ્ડીંગ, ત્રીજા માળે, ભાવનગર) જેમાંથી એજાજ ઉર્ફે મુંગો તથા તૌફીક ઉર્ફે કાળુ બન્ને જામીન ઉપર છૂટેલ હોય અને બનાવના એક દિવસ પહેલા આરોપી તૌફીક ઉર્ફે કાળુને મરણ જનાર રિયાઝ સાથે સામસામુ જોઇ કતરાવવા બાબતે બોલાચાલી થયેલ બાદ તે વાતનું સમાધાન થઇ ગયેલ તેમ છતાં તેની દાઝ રાખી આ કામના ઉકત ત્રણેય આરોપીઓએ એક સંપ કરી ગુન્હાહીત કાવતરૂ રચી પોતાનો ઇરાદો બર લાવવા ભેગા મળી મરણ જનાર રિયાઝને તા. ૧૮-૬-ર૦૧૮ ના રાત્રીના સુમારે અલ્કા ટોકીઝ પાસે કોહિનુર ચાની દુકાન સામે ભાવનગર ખાતે છરીઓ વડે શરીર ઉપર ગંભીર જીવલેણ ઇજાઓ કરી મરણ જનારનું મોત નિપજાવેલ. જે તે સમયે ઉકત આરોપીઓ સામે નિલમબાગ પો. સ્ટે. ઇપીકો કલમ ૩૦ર, ૩૪, ૧ર૦ (બી), જીપીએકટ ક. ૧૩પ મુજબનો ગુનો નોંધાયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના એડી. સેશન્સ જજ ઝેઙ વી. ત્રિવેદીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ભરતભાઇ વોરાની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને લઇ આરોપીઓ (૧) સાજીદ અબ્દુલ સતારભાઇ દસાડીયા (ર) એજાજભાઇ ઉર્ફે મુંગો - અહેમદભાઇ કુરેશી (૩) તૌફીકભાઇ ઉર્ફે કાળુ ખાલીદભાઇ શેખ સહિતના ત્રણેય આરોપીઓને ઇપીકો કલમ ૩૦ર સહિતની જુદી જુદી કલમો હેઠળ આજીવન કેદની સજા અને રોકડ દંડ અદલાતે ફટકાર્યો હતો.

(11:37 am IST)