Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

દ્વારકાના વેરાડીમાં ૧૪ તો વર્તુ-૧ ડેમમાં ૧૨ાા ફુટ નવા પાણીની તોતીંગ આવક : ખેડૂતો - લોકોમાં ખુશાલી

આજી-૩માં ૦.૧૩ તો જામનગરના ફુલઝરમાં ૬ ફૂટ નવુ પાણી ઠાલવતા મેઘરાજા

રાજકોટ તા. ૧૫ : જામનગર - દ્વારકા પંથકમાં પડેલા હળવા - ભારે વરસાદને કારણે તથા જામકલ્‍યાણપુરમાં ૨ાા થી ૩ ઇંચ જેવો ધોધમાર વરસાદ વરસતા દ્વારકાના વેરાડીમાં ૧૪ તો વર્તુ-૧ ડેમમાં ૧૨ાા ફુટ જેવા નવા પાણીની તોતીંગ આવક થયાનું સિંચાઇના કન્‍ટ્રોલ રૂમના સૂત્રોએ જણાવ્‍યું હતું. દ્વારકાના અન્‍ય ૩ ડેમો વર્તુ-૨માં ૩.૮૭, સોનમતીમાં ૩.૨૮ તથા કાબરકામાં ૪.૪૦ ફુટ નવું પાણી આવ્‍યાનું નોંધાયું છે.

ડેમોમાં થયેલા નવા પાણીની આવકને કારણે ખેડૂતો - લોકોમાં ખુશાલી વ્‍યાપી છે, દરમિયાન સુરેન્‍દ્રનગરના ત્રિવેણી ડેમમાં ૧.૨૭ ફૂટ તથા પોરબંદરના સોરઠી ડેમમાં સતત ત્રીજા દિવસે ૩.૭૭ ફૂટ નવું પાણી આવ્‍યું છે.  રાજકોટ જિલ્લાની વાત કરીએ તો આજી-૩માં ૦.૧૩ ફૂટ અને કર્ણુકીમાં પોણો ફૂટ નવુ પાણી ઠલવાયું છે. મોરબીના મચ્‍છુ-૩માં ૦.૭, બ્રાહ્મણી-૨માં અર્ધાફુટ, જામનગરના ડાઇમીણધારમાં ૩ાા ફૂટ, ફુલઝર-કાબામાં ૬ ફૂટ જેવા નવા નીર મેઘરાજાએ ઠાલવ્‍યાનું સિંચાઇના સૂત્રોએ ઉમેર્યું હતું.

(11:10 am IST)