Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

જામનગરનાં ધ્રાફા અને ભણગોરમાં અઢી ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કટકે-કટકે વરસતા મેઘરાજાઃ હજુ સાર્વત્રિક મેઘ મહેરની રાહ

રાજકોટ તા. ૧પઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સાર્વત્રિક વરસાદની રાહ વચ્‍ચે કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસી જાય છે.

સર્વત્ર મિશ્ર વાતાવરણ વચ્‍ચે છેલ્લા ર૪ કલાકમાં જામનગર જીલ્લાના ધ્રાફા અને ભણગોરમાં અઢી ઇંચ વરસાદ પડયો હતો.

આજે સવારે ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડામાં વરસાદી ઝાપટા વરસ્‍યા હતા.

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ પર લો-પ્રેશર હોવાથી આગામી બે દિવસ બપોર બાદ ભારે વરસાદ પડશે.

માણાવદર તાલુકામાં સાંજે ૪ થી ૬ દરમ્‍યાન દોઢ ઇંચ પડયો હતો. કેશોદમાં ૧ ઇંચ, મેંદરડામાં પા ઇંચ, વંથલીમાં પા ઇંચ, વિસાવદરમાં પોણો ઇંચ અને જૂનાગઢમાં ઝાપટાં પડયા હતા.

જયારે બાબરામાં સવા ત્રણ ઇંચ ધારીમાં અઢી ઇંચ, રાજુલામાં પોણો ઇંચ, ખાંભામાં અડધો ઇંચ અને લાઠીમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. જયારે પોરબંદરમાં ૧ ઇંચ અને રાણાવાવમાં પોણો ઇંચ પાણી પડી ગયું હતું.

દ્વારકા જિલ્લામાં બુધવારે પણ મેઘરાજાનો મુકામ રહ્યો હતો. જેમાં કલ્‍યાણપુરમાં બપોરે મુશળધાર વરસેલા વરસાદે વધુ સાડા ત્રણ ઇંચ પાણી વરસાવી દીધું હતું. જયારે જોડીયામાં વધુ સવા ઇંચ વરસાદ પડયો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા અને લાલપુરના ધ્રાફામાં અઢી ઇંચ વરસાદ પડયો હતો.

જયારે જામજોધપુરના સમાણા લાલપુરના મોડા ખડબા અને ડબાસંગમાં દોઢ ઇંચ તથા ધુનડામાં ર ઇંચ વરસાદ પડયો હતો.

આ ઉપરાંત લાખાબાવળ, દરેડ, હડીયાણા, શેઠ વડાળા, જામવાડી, વાંસજાળીયા, પરડવા, પીપરતોડા, પડાા, મોડપરમાં ઝાપટાથી એક ઇંચ જેટલો વરસાદ પડયો છે.

આજનું હવામાન ૩૪.પ મહતમ ર૬.૮ લઘુતમ ૮૮ ટકા વાતાવરપણમાં ભેજનું પ્રમાણ પ.ર પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

જામનગર જીલ્લાના જોડીયામાં ૩૧ મીમી, લાલપુર ૧ર મી.મી. અને જામનગરમાં ૧ મી.મી. વરસાદ પડયો હતો.

છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

અમરેલી

 

ખાંભા

૯ મી.મી.

ધારી

૬ર મી.મી.

બગસરા

૪ મી.મી.

બાબરા

૧૦૦ મી.મી.

રાજુલા

૧૭ મી.મી.

લાઠી

૭ મી.મી.

લીલીયા

૩ મી.મી.

વડિયા

૩ મી.મી.

સાવરકુંડલા

૩ મી.મી.

દેવભુમી દ્વારકા

 

કલ્‍યાણપુર

૮૯ મી.મી.

ખંભાળીયા

૧૬ મી.મી.

દ્વારકા

ર મી.મી.

ભાણવડ

પ મી.મી.

ગીર સોમનાથ

 

ઉના

૬ મી.મી.

કોડીનાર

૬ મી.મી.

તાલાલા

૧ મી.મી.

વેરાવળ

પર મી.મી.

સુત્રાપાડા

૩૪ મી.મી.

જુનાગઢ

 

કેશોદ

ર૪ મી.મી.

જુનાગઢ

૩ મી.મી.

મેંદરડા

૭ મી.મી.

માણાવદર

૩૯ મી.મી.

વંથલી

૭ મી.મી.

વિસાવદર

૧૮ મી.મી.

જામનગર

 

જોડીયા

૩૧ મી.મી.

લાલપુર

૧ર મી.મી.

જામનગર

૧ મી.મી.

પોરબંદર

 

પોરબંદર

રર મી.મી.

રાણાવાવ

૧૮ મી.મી.

કુતિયાણા

૬ મી.મી.

ભાવનગર

 

ગારીયાધાર

૧૪ મી.મી.

પાલીતાણા

૭ મી.મી.

શિહોર

૩ મી.મી.

રાજકોટ

 

ગોંડલ

ર મી.મી.

જેતપુર

૮ મી.મી.

જસદણ

૧૧ મી.મી.

જામકંડોરણા

૯ મી.મી.

પડધરી

૬ મી.મી.

રાજકોટ

૧ મી.મી.

વિંછીયા

૧ મી.મી.

મોરબી

 

ટંકારા

૪ મી.મી.

કચ્‍છ

 

ભુજ

ર મી.મી.

 

 

(11:07 am IST)