Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ભુજ સુધરાઈના સફાઈ કર્મીએ ગળે ફાંસો ખાઈ જીવ દીધો

આપઘાત પૂર્વે નગરપાલિકા મારા ૩૦ હજાર ચોરી એવું લોહીથી લખતાં ચકચાર

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) ભુજ નગરપાલિકાના સફાઈ કર્મી મુકેશ બંસીલાલ સોનવાલ (ઉ.૪૦) એ પોતાને ઘેર ગળે ફાંસો ખાઈ જીવ દઈ દીધો હતો. જોકે, આપઘાત પૂર્વે સફાઈ કર્મી મુકેશ સોનવાલે પોતાના લોહી થી લખેલ શબ્દોએ ચકચાર સર્જી છે. નગરપાલિકા મારા ૩૦ હજાર ચોરી.. એવું લખીને સફાઈ કર્મીએ ગળે ફાંસો ખાધો હતો. મૃતકની પત્ની ૬ વર્ષ પહેલાં અવસાન પામી હતી. તેના બે સંતાનો ૧૭ વર્ષનો દિકરો અને ૯ વર્ષની દીકરી બન્ને નોધારા બન્યા છે. દરમ્યાન ભુજ બી. ડિવિઝન પોલીસને કોલની વિગતો મંગાવી તપાસ હાથ ધરી છે. તો, કોઈ પણ સફાઈ કર્મીનો પગાર બાકી ન હોવાની સ્પષ્ટતા ભુજ નગરપાલિકા દ્વારા કરાઈ છે. જોકે, સફાઈ કર્મીઓમાં ચાલતું વ્યાજ નું ચક્કર અથવા તો પૈસાની ચોરી થઈ જવાની ઘટના આ કેસમાં હોવાની શક્યતાની ચર્ચા છે.

(9:38 am IST)