Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

હળવદમાં અકસ્માતના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ભરૂડિયાથી ઝડપ્યો

હળવદ પોલીસ મથકમાં વાહન અકસ્માતના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમીયાન બાતમીને આધારે હળવદ પોલીસ મથકમાં અકસ્માતના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ વિક્રમસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉ.વ.૪૮) (રહે ભરૂડીયા ગામ તા. ભચાઉ કચ્છ વાળા )ને ભરૂડિયા ગામેથી ઝડપી લઈને હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે આરોપી છ માસથી નાસતો ફરતો હોય જેને ઝડપી લેવામાં સફળતા મળી છે

(12:42 am IST)