Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોલીસે પકડેલા વિદેશી ઈંગ્લીશ દારૂના મુદ્દામાલના જથ્થાનો નાશ કરાયો.

ખંભાળીયા પોલીસ દ્વારા 2014 થી 2019 સુધી સમયાંતરે વિવિધ પોલીસ સ્ટાફ દ્વારા પકડેલા વિદેશી બ્રાન્ડના વિશાળ જથ્થા પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો
પાંચ વર્ષ માં કુલ 77 ગુના માં પકડાયેલ 33,851 બોટલ દારૂ જેની કિંમત 1,29,15,750/- રૂપિયા નો દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યોહતો
જિલ્લા સેવા સદન પાછળ આવેલ મેદાન માં દારૂના વિશાળ જથ્થા ને રાખી ખંભાળીયા પ્રાંત અધિકારી , ડીવાય એસપી સહિત પોલીસ કર્મીઓની હાજરીમાં દારૂ પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું .

(8:42 pm IST)