Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

જુનાગઢ ભવનાથ તળેટીમાંથી બાઇક ચોરી રાજકોટમાં ફેરવતા બે પકડાયા

રાજકોટ તા.૧પ : જુનાગઢના ભવનાથ તળેટીમાં આવેલ દામોદર કુંડ પાસેથી પાંચ માસ પહેલા જીજે ૩એફઆર-૧૮૮૯ નંબરના બાઇકની ચોરી કરી રાજકોટમાં ફેરવતા ઘનશ્યામ ઉર્ફે કાનો હસમુખભાઇ સોલંકી (ઉ.વ.ર૩) (રહે.નવરંગપરા શેરી નં.૧) તથા સંદીપ ઉર્ફે ગોપાલ મહેશભાઇ તન્ના (ઉ.વ.૩ર) (રહે.ગીતાંજલી સોસાયટી, ગોકુલધામ પાસે)ને ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ પી.એમ.ધાખડા, હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, ઇન્દુભા રાણા, ભાવેશભાઇ મકવાણા, દિપકભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણભાઇ જામંગ, રાણાભાઇ કુંગસીયા અને સલીમભાઇ મકરાણીએ ઝડપી લઇ તપાસ આદરી છે.

(5:08 pm IST)