Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

જામનગરમાં કુવામાં પડી જતા મુકેશ ગોહિલનું મોતઃ કારણ અંગે તપાસ

જામનગર તા.૧પ : અહી મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા હેમંતભાઇ દયાળજીભાઇ પરમાર, (ઉ.વ.૩૩) એ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૪-ર-ર૦૧૮ના આ કામે મરણજનાર મુકેશભાઇ બાબુભાઇ ગોહિલ (ઉ.વ.૩૦) રે.મેરીયા કોલોની, મહાપ્રભુજીની બેઠક પાછળ, જામનગરવાળા કોઇપણ કારણોસરથી કુવામાં પડી જતા ડુબી જવાથી મરણ ગયેલ છે.

પ્રાઇમસની જાળથી પરિણિતાનું મોત

જામનગર : જામનગર જી.જી. હોસ્પિટલના હેડ કોન્સ. નારણભાઇ એમ. લૈયાએ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે તા.૧ર-૦ર-ર૦૧૮ના આ કામે મરણજનાર ભારતીબા વા.ઓ. બળવંતસિંહ કુંભાજી વાઢેર (ઉ.વ.૧૪) રે.ઝાખર ગામ, જીવુબા મદારસંગ જેઠવાના મકાનમાં તા.લાલપુર, જી.જામનગરવાળા પોતાના ઘરે રસોઇ બનાવતી વખતે તેની પુત્રી પુર્વીબા (ઉ.વ.૧)વાળીનો પગ પ્રાઇમસમાં અડી જતા પ્રાઇમસ આડુ પડી જતા તેના પહેરેલ કપડે જારી લાગતા શરીરે સખત રીતે દાજી જતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઇ જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

(4:27 pm IST)