Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

લખતરમાં બે શિક્ષકો સહિત જુગાર રમતા ૭ પકડાયા

સુરેન્દ્રનગર તા. ૧૫ : લખતર હે.પોલીસ કોન્સ્ટેબલ કિરપાલસિંહ ચાવડાને ખાનગી રાહે બાતમી મળેલ કે લખતર વણા રોડ પર આવેલ જીરું વાવેલ ખેતર મા બનાવેલી ઝૂંપડી મા તીનપતિ નો જુગાર રમાઈ રહેલ છે આથી લખતર પી.એસ.આઈ શ્રી ઈસરાની, કિરપાલસિંહ ચાવડા, અરવિંદસિંહ ઝાલા, ધ્રુવરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે પચો સહિત ઝૂંપડી માં તપાસ કરતા બે શિક્ષકો સહિત ૭ વ્યકિત તીનપતિનો જુગાર પતા સહિત વાહન રોકડા રૂપિયા સહિત ત્રણ લાખના મુદામાલ સહિત પકડાઈ ગયેલ આથી લખતર એ.એસ.આઈ કે.પી. ધોરાળીયાએ ફરિયાદ નોંધાવતા લખતર પોલીસ સ્ટેશન દ્વારા તમામ આરોપીઓ દ્વારા સામે જુગારધારાની કલમ લગાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે  કડક કાર્યવાહી થી લખતરમાં અને લખતરના ૪૨ ગામમાં અસામાજિક પ્રવૃત્ત્િ। કરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે.

(4:26 pm IST)