Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પોરબંદર-છાંયામાં ઘર પાસેથી નીકળતા ઢીકાપાટુથી માર માર્યો

પોરબંદર તા.૧પ : છાંયા વણકરવાસમાં રહેતા રામજીભાઇ લાલજીભાઇએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદમાં જણાવેલ કે તેમનો પુત્ર સાગર આરપોના ઘર પાસેથી નીકળતા આરોપી બાબુ મેઘા, લતા બાબુ, આશા મેહુલ, બાદલ અરજણ તથા ર અજાણ્યા શખ્સેએ ઢીકાપાટુનો માર મારેલ હતો.

ઇજાગ્રસ્ત સાગરને હોસ્પિટલમાં ખસેડાતા પાછળથી આરોપીઓ આવીને ફરીયાદી રામજીભાઇ અને સાહેદને લાકડી વડે માર મારી ધમકી આપી હતી.

વુધ્ધનો આપઘાત

આશાપુરા ઘાસ ગોડાઉન પાસે રહેતા દામજીભાઇ લાલજીભાઇએ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા મરણ ગયેલ છે.

આપઘાતનો પ્રયાસ

ભોંયવાડામાં રહેતા ગુલાબબેન કાનજીભાઇએ  અગમ્ય કારણસર ઝેર પી લેતા સારવાર માટે ખસેડાયેલ છે.

(4:26 pm IST)