News of Thursday, 15th February 2018

જામનગરમાં શિવજીની શિવ શોભાયાત્રાનું ભાજપ દ્વારા સ્વાગત

 જામનગર : અહીયા શ્રી મહાદેવ મિત્ર મંડળ તથા હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા નાગેશ્વરથી નીકળી નાગના નાકુ, બેડીગેટ, સજુબા ગર્લ્સ હાઇસ્કુલ, રતનબાઇ મસ્જીદ,ચાંદી બજાર, સેન્ટ્રલ બેંક, હવાઇ ચોક, પંચેશ્વર ટાવર થઇ ભીડભંજનના મંદિર ખાતે પહોંચી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી બેડી ગેઇટ ખાતે સ્વાગત કરાયુ હતુ તે પ્રસંગની તસ્વીરોમાં ઉપસ્થિત શહેર પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, ધારાસભ્ય ધર્મન્દ્રસિંહ જાડેજા (હકુભા), મેયર પ્રતિભાબેન કનખેરા, મહામંત્રી પ્રકાશ બામભણીયા, ધર્મરાજસિંહ જાડેજા, વિમલ કગથરા, ડે.મેયર ભરત મહેતા, સ્ટે.કમીટી ચેરમેન કમલાસિંહ રાજપુત, શહેર સંગઠનના ગોપાલ સોરઠીયા, આશિષ કંટારીયા, જયોતિબેન ભારવાડીયા, દયાબેન પરમાર, વિનોદ ખીરસુરીયા, મનહરભાઇ ત્રિવેદી, પુર્વ પ્રમુખ હિતેનભાઇ ભટ્ટ, પુર્વ મંત્રી પરમાનંદ ખટ્ટર, સીનીયર આગેવાનો મધુભાઇ ગોંડલીયા, ચંદ્રવદન ત્રિવેદી, અશોક વશીયર, કોર્પોરેટરશ્રી હસમુખભાઇ જેઠવા, નટુભાઇ રાઠોડ, સુભાષ જોશી, કુસુમબેન પંડયા, અરવિંદ સભાયા, આલાભાઇ રબારી, મહિલા મોરચાના પ્રમુખ શારદાબેન વિઝુંડા, પુર્વ કોર્પોરેટર અજયસિંહ ગોહિલ, જયેશ લખિયર, નિલેશ કગથરા, સરિતાબેન ઠાકર, આકાશ બારડ, યુવા મોરચા પ્રમુખ મનીષ કટારીયા, મહેશ વિરાણી, ભાવેશ ઠુંમર, ચંદ્રસિંહ વાળા, વિજયસિંહ જેઠવા, દુષ્યંતસિંહ સોઢા, બક્ષીપંચના પ્રમુખ ગોવિંદ ભારવાડીયા, કિશાન મોરચા મહામંત્રી જયસુખભાઇ તાળા સહિત યુવા મોરચા, મહિલા મોરચા, વોર્ડ સમિતિ તથા કાર્યકર્તાઓ દર્શાય છે.(તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)

(1:08 pm IST)
  • દુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST