Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

સુરેન્દ્રનગર જંકશન પાસે બાઇક સળગ્યુઃ પિતા-પુત્રનો બચાવ

વઢવાણ તા. ૧પ :.. સુરેન્દ્રનગર સવારના સાડા નવ વાગ્યાના અરસામાં બાઇક લઇને જતા પિતા - પુત્રના બાઇકમાં અચાનક જ બાઇકમાં આગ લાગવાની ઘટના બનવા પામેલ છે.

જયારે અચાનક બાઇકમાં આગ લાગવાની ઘટનામાં બાઇકમાં આગ લાગતાની સાથે જ પિતા - પુત્ર સાવચેતી પુર્વક બાઇક છોડી અને દોડી આઘાપાછા થઇ ગયા હતા જેના કારણે પિતા - પુત્રનો આબાદ બચાવ થયો હતો.

જયારે આ બાઇક બર્નીગ માફક પલવારમાં ભડ ભડકા સાથે સળગતુ રહ્યુ હતું જયારે આજુબાજુમાં પસાર થતા લોકોમાં પણ પલવાર નાસ ભાગનો માહોલ છવાયેલો જોવા જાણવા મળ્યો હતો.

બાઇકમાં આગ લાગવાની ઘટના બનતા પિતા-પુત્રનો આબાદ બચાવ થવા પામ્યો છે. ત્યારે જાનહાની અટકી છે. પરંતુ બાઇક સળગી ખાખ થયુ છે.

(12:40 pm IST)