Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ભંડુરી ગામે શબરીના પ્રિય બોર ચાખતા પૂ. મોરારીબાપુ

જૂનાગઢ-વેરાવળ :. મહાશિવરાત્રીના બીજા દિવસે વરસોના ક્રમ પ્રમાણે પૂ. મોરારીબાપુ સોમનાથ દર્શને જાય છે. તે ક્રમ પ્રમાણે પૂ. મોરારીબાપુ ભંડુરી ગામેથી નિકળતા બાપુપ્રેમી હરિયાણી પરિવારે રસ્તામાં રોકી પૂ. બાપુનું સ્વાગત કરી ચણીયા બોરનો પ્રસાદ આરોગ્યો હતો.ઙ્ગ જૂનાગઢ કોયલી ફાટક પાસે આવેલ ક્ષત્રિય સમાજના અગ્રણી અને પૂર્વ જીલ્લા હોમગાર્ડ કમાન્ડર વનરાજસિંહ રાયજાદાના ગુરૂકૃપા ફાર્મ ખાતે પૂ. મોરારીબાપુએ પધરામણી કરી ૧ કલાકનું રોકાણ કરી તાજો બનાવેલ શેરડીનો રસ પીધો હતો અને લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, જીતુદાન ગઢવી અને બાલુભાઈ બારોટે સાહિત્ય રંગ જમાવ્યો હતો અને પૂ. મોરારીબાપુએ રાજીપો વ્યકત કર્યો હતો. ઉપરોકત તસ્વીરમાં પૂ. મોરારીબાપુને શેરડીનો રસ આપતા વનરાજસિંહજી, બાજુમાં જેન્તીભાઈ ચાંદ્રા તેમજ લોક સાહિત્ય રસ પીરસતા આ કલાકારશ્રીઓ તેમજ ગિર ગાયને હથેળીમાં ગોળ ખવડાવતા પૂ. બાપુ નજરે પડે છે. આ તકે લંડનના ઉદ્યોગપતિ રમેશભાઈ સચદેવ પ્રદિપજી (દિલ્હી), કૃષિ યુનિવર્સિટીના ડો. પી.વી. પટેલ, લલિતભાઈ સુવાગીયા, કવિ કાગના ગુરૂદ્વારેથી વસંતબાપુ હરીયાણી, વિજયભાઈ જીવરાજાની, ચાંદીગઢથી વિજયસિંહ રાયજાદા, કૃષ્ણકાંતભાઈ રૂપારેલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથમાં પૂ. મોરારીબાપુએ ભોળાનાથને શિશ નમાવ્યું હતુ. જૂનાગઢ શિવરાત્રી ભવનાથના મેળામાંથી મોરારીબાપુ આજે સોમનાથ ભોળાનાથને શિશ નમાવવા આવી પહોંચેલ હતા અને ગંગાજળ ચડાવેલ હતુ ત્યાર બાદ ડોંગરેજી મહારાજના અન્નક્ષેત્રે આવી ભોજન વ્યવસ્થા નિહાળેલ હતી તેમજ ત્યાં ભોજન લીધુ હતું. ટ્રસ્ટીઓ સાથે અન્નક્ષેત્રની ચર્ચા કરેલ હતી તેમજ પત્રકાર દીપકભાઈ કક્કડ, સોમનાથના નાનજીભાઈ ચાવડા, ફોટોગ્રાફર ઘનશ્યામભાઈ ભટ્ટ સહિતના સૌજન્યે મુલાકાત લીધેલી હતી (તસ્વીર-અહેવાલઃ વિનુ જોષી, દિપક કક્કડ-મુકેશ વાઘેલા-જૂનાગઢ-વેરાવળ)

(11:30 am IST)