Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

કોડીનાર પાસે ૧૦૮ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત

એકનું મોત ૧૦૮ નાં ડ્રાઇવરને ઇજા

કોડીનાર તા. ૧પ :.. પીએસઓ રાજૂભાઇ એ આપેલ વિગત મુજબ ડોળાશા તરફ જતી ૧૦૮ એમ્બ્યુલેન્સ અને સામેથી કોડીનાર તરફ આવતા શેરડી ભરેલા ટ્રેકટર વચ્ચે કોડીનાર ઉના હાઇવે રોડ ઉપર મજેવડી હનુમાન પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેકટરમાં ડ્રાઇવર પાસે બેસેલા બાબુભાઇ રાણાભાઇ ચુડાસમાં રહે. તળાજાનાં સંતરામપુર ઉ.૧૮ નંુ ટ્રેકટરમાંથી ઉછળી નીચે પટકાતા મોત નિપજયું હતું. જયારે ૧૦૮ નાં ડ્રાઇવર હરીભાઇ જેમાભાઇને ગંભીર ઇજા થતા કોડીનારની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડાયા હતાં.

(11:28 am IST)