Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

કુતિયાણામાં પ્રથમ વાર ઇવીએમનો નગરપાલિકા ચૂંટણીમાં ઉપયોગ કરાશે

ચૂંટણી અધિકારી દ્વારા વોર્ડ વાઇઝ ડેમોન્ટ્રેશનઃ મતદારો ૪ ઉમેદવારોને મત આપી શકશે

 કુતીયાણા તા. ૧પ :.. પ્રથમ વખત જ ઇવીએમથી નગરપાલિકા (શહેર)ના મતદારો, પ્રથમ વખત જ મતદાન કરશે જેને લઇને અનેરો રોમાંચ સાથે પ્રજાજનોમાં ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે.

ચૂંટણી અધિકારીઓ દ્વારા દરેક વોર્ડ વાઇઝ ચાર-ચાર ઉમેદવારો હોઇ જેમાં દરેક મતદારે ચાર મત આપવાના હોવાથી ચૂંટણી અધિકારીઓ ઇવીએમ મશીન સાથે વોર્ડ વાઇઝ ડેમોન્ટ્રેશન કરાવી માર્ગદર્શન આપી રહેલ છે.

ચૂંટણી પ્રચારમાં ગરમાવો

કુતીયાણા સતત વિસ વર્ષના ઢેલીબેન ઓડેદરાની ભાજપની પેનલ સામે ધારાસભ્ય કાંધલ જાડેજાની એન. સી. પી. મેદાને ઉતરી છે. જેને લઇને શહેરમાં ગલીએ - ગલીએ રાજકીય ગરમાવો આવી ગયો છે. દરેક વોર્ડ વાઇસ બને પક્ષ દ્વારા સભાઓ-ગ્રુપ મીટીંગોનો ધમધમાટ પ્રર્વતી રહ્યો છે. આગામી તા. ૧૭ ના રોજ શનિવારે મતદાનનો દિવસ હોઇ બને પાર્ટી દ્વારા પોત-પોતાના ઉમેદવારોને જીતાડવા ડોર-ટુ-ડોર પ્રચાર પુરજોશમાં કરવામાં આવી રહેલ છે. ભાજપની પાર્ટી દ્વારા શહેરની ભાજપની ટીમ તથા જી. પ. પ્રમુખ રમેશભાઇ ઓડેદરા સહિત જીલ્લાની ટીમ દ્વારા સતત જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(11:25 am IST)