Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

માળીયા મિંયાણાના વવાણીયા ગામે જુગાર રમતા પાંચ પકડાયા

મોરબી, તા. ૧પ :  માળીયા મિંયાણાના વવાણીયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા.

મળતી વિગત મુજબ માળિયા (મીં) તાલુકાના વવાણીયા ગામે આવેલ જ્ઞાનમંદિર, સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા ઇસ્માઇલ સલેમાન જંગીયા, હુશેન ગુલમામદ પઠાણ, કાસમ ગુલામહુશેન જંગીયા તથા શબ્બાસ અબ્દુલ કમોરા રહે. બધા વવાણીયા તેમજ દાઉદ હારૂન રહે. ઝીંઝુડા વાળા કુલ પાંચને પોલીસે રૂ. ર૯૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

(11:22 am IST)