Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પોરબંદરના ડો. ગોઢાણીયા શૈક્ષણિક સંકુલમાં એરફોર્સ દ્વારા ત્રિ-દિવસીય એરફોર્સ એકઝીબીશન

પોરબંદર તા. ૧પ :.. જિલ્લા કલેકટર કચેરી અને જામનગર ઇન્ડીયન એર ફોર્સના સંયુકત ઉપક્રમે અને પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તાજેતરમાં માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલીત ડો. વી. આર. ગોઢાણીયા શૈક્ષણીક સંકુલ ખાતે ભારતીય વાયુસેના દ્વારા વોલ્વો બસમાં તૈયાર થયેલ (ઇન્ડકશન પબ્લીસીટી એકઝીબીશન વ્હીકલ) ભવ્ય પ્રદર્શન યોજાયું હતું.

જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો. વિરમભાઇ ગોઢાણીયાએ સ્કીન પર એર ક્રાફટનું ઉડ્ડયન કરાવી પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે એર ફોર્સ ક્ષેત્રની  સાયન્સના અભ્યાસક્રમ બાદ ટેલેન્ટ ધરાવતા વિદ્યાર્થીઓ માટે દેશ સેવા માટેની ઉમદા કારકીર્દીનો અવસર આપે છે.

ઇન્ડીયન એર ફોર્સના વિંગ કમાન્ડર આશુતોષ વર્માએ જણાવ્યું હતું કે એર ફોર્સમાં ગુજરાતના અન્ય રાજયો કરતાં ઓછા જોડાય છે. આ પ્રદર્શનના માધ્યમ દ્વારા ગુજરાતના યુવકો-યુવતીઓ મોટા પ્રમાણમાં જોડાય તે માટેના જનજાગૃતિ માટેનાં પ્રયાસ છે.

કાર્યક્રમમાં માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના એકટીવ ટ્રસ્ટી શ્રી ભરતભાઇ વિસાણા, ડો. વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સીપાલ હરિભાઇ કગથરા, બી. એઙ કોલેજના પ્રિ. અને કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ ભરડા જોડાયા હતાં.

પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી મોદીના માર્ગદર્શન તળે અને કો-ઓર્ડીનેટર શ્રી શૈલેષ પરમારના નિરીક્ષણમાં આ -ત્રિ-દિવસીય પ્રદર્શનનો પ્રારંભ થયો તે  વેળા ડો. શ્રીમતી જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા ગર્લ્સ હાઇસ્કુલના આચાર્યા શ્રી શ્વેતાબેન રાવલ, મદદનીશ નિરીક્ષક શ્રી કિરણબેન ખૂંટી, ડાયરેકટર શ્રી ભૂમિકાબેન તન્ના, પ્રા. શૈલેષભાઇ મહેતા, ઇન્ડીયન એર ફોર્સના શ્રી નીનાદ વામન, રાજેશકુમાર મહાપાત્ર તેમજ એર ફોર્સના અધિકારીઓ, સહિત સંકુલના વિદ્યાર્થી ભાઇ-બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

આ પ્રદર્શન તા. ૧પ ને ગુરુવારના રોજ સવારે ૯ થી પ, શ્રી સાંદીપની માધ્યમિક શાળા ખાતે આયોજન થયું છે. જેમાં સેન્ટમેરી સ્કુલ, જી. એમ. સી. સ્કુલ તથા તા. ૧૬ શુક્રવારના રોજ સવારે ૯ થી પ દરમિયાન નવોદય વિદ્યાલય ખાતે  યોજાશે. જેમાં યાજ્ઞવલ્કપ સ્કુલ, સિગ્મા સ્કુલના વિદ્યાર્થી  ભાઇ-બહેનો આ પ્રદર્શન નિહાળી શકાશે.

(11:21 am IST)