Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

બગસરા શાળા નંબર ૪માં વેલેન્ટાઇન-ડે નિમિતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો

 વેલેન્ટાઈન ડે નિમિત્ત્।ે બગસરાની એક પ્રાથમિક શાળામાં આ દિવસની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રેમના પ્રતિક ગણાતા આ દિવસે શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમના માતા-પિતાની વંદના કરવામાં આવી હતી. ભારતીયઙ્ગ સંસ્કૃતિને ઉજાગર કરતા આ કાર્યક્રમની વાલીઓ દ્વારા સરાહના કરવામાં આવી હતી. વિગત અનુસાર બગસરાના પછાત વિસ્તાર એવા જેતપુર રોડ ઉપર આવેલી શાળા નંબર ૪માં દાતાના સહયોગથી વેલેન્ટાઈન ડે નિમિત્ત્।ે અલગ પ્રકારની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ સ્થિતઙ્ગ શેઠ ચંપકલાલ ખુશાલદાસ પારેખઙ્ગ મેમોરિયલ રિલિજિયસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયોગથી શાળાના પટાંગણમાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો દ્વારા પોતાના માતા-પિતાની વંદના કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ જયારે માતા પિતાની આરતી કરી ત્યારે અનેકઙ્ગ આંખો ભીંજાઇ ગઇ હતી. અને શાળામાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.  આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સુરભીબેન પાઘડારઙ્ગ તથા નગરપાલિકા બગસરાના ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી ઉપસ્થિત રહી લોકોને પ્રેરણા આપી હતી.ઙ્ગ ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત નટુભાઈ ભૂપતાણીઙ્ગ તથાઙ્ગ ઇન્દીરાબેન નો પણ આભાર માનવામાં આવ્યો હતો શાળાઙ્ગ દ્વારા કરવામાં આવેલા આયોજનઙ્ગબદલ વાલીઓ દ્વારા પણ શાળા પરિવારના આ કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(11:20 am IST)