Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ધોરાજીમાં અર્જુન સ્કુલનો વાર્ષિક મહોત્સવ

ધોરાજી : સ્ટેશન રોડ પર અર્જુન એકેડમી દ્વારા અર્જુન સંધ્યાના કાર્યક્રમમાં હાજર રહેલ ટ્રસ્ટીઓ આમંત્રીતો  -આચાર્ય સહિતના મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકાયો હતો. અને કાર્યક્રમની શરૂઆત સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી વંદનાથી કરાઇ હતી. અને બાદમાં રાસ-ગરબા - સાંસ્કૃતિક કાર્યક્રમો રમઝટ બોલી હતી. તાળીઓથી વધાવી અને બાળકોને પુરસ્કારો આપેલ અને વરસ દરમ્યાન બેસ્ટ દેખાવો કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણ પત્રો આપી સન્માનીત કરાયા હતાં. આ તકે ડો. સુરેશ પટેલએ સર ભગવતસિંહની સ્કુલમાં અભ્યાસ પોતે પણ કરેલ અને જુના સ્મરણો વાગોળ્યા હતાં.  આ તકે સ્કુલના પુર્વ વિદ્યાર્થીઓ ડો. પ્રતિક કાતરીયા, તેમજ ડો. પ્રતીક ભાલોડીયા, તેમજ ઉચ્ચ હોદાઓ અને ઉદ્યોગ જગતમાં જેમની નામના છે. એવા પુર્વ વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમની શોભા વધારેલ આ તકે ડો. સુરેશ પટેલ ટ્રસ્ટી દિનેશભાઇ ચાવડા આચાર્ય હંસાબેન ચાવડા, ડો. રોશની બહેન ચાવડા, સહિતના હાજર રહેલ અને આ તકે ટ્રસ્ટી દિનેભાઇ ચાવડાએ જણાવેલ કે શિક્ષણથકી સમાજ, દેશ અને રાષ્ટ્રનો વિકાસ થાય છે. આ તકે બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

(11:19 am IST)