Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ગોંડલના મોવિયાના માજી ઉપસરપંચ ૪ બોટલ દારૂ સાથે પકડાયા

શિવરાજગઢમાં જૂના મનદુઃખમાં મુસ્તાક પર પાઇથી હુમલો

ગોંડલ, તા. ૧પ : ગોંડલના મોવિયા ગામના માજી ઉપસરપંચને ૪ બોટલ દારૂ સાથે તાલુકા પોલીસે ઝડપી લીધા હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકા પોલીસ મથકના પો.કો. પ્રકાશભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં ત્યારે મોવિયા કેટોમયા રોડ પર શંકાસ્પદ હાલતમાં નીકળેલ જયસુખ મગનભાઇ કાલરીયા રે. મોવિયાની તલાસી લેતા તેના કબ્જામાંથી ૪ બોટલ દારૂ કિ. ૧ર૦૦ મળી આવતા તેની ધરપકડ કરાઇ હતી. પકડાયેલ જયસુખ ગામના માજી ઉપસરપંચ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય એક બનાવમાં તાલુકાના શિવરાજગઢ ગામે મુસ્તાક કરીમ પરમાર પીંજારા (ઉ.વ.પપ) પર તેજ ગામના ભનુ મોહનભાઇ વોરા પટેલએ લોખંડના પાઇપથી હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. ફરીયાદીએ આરોપીના પુત્ર સામે અગાઉ ફરીયાદ કરેલ હોય તેનો ખાર રાખી હુમલો કરાયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:17 am IST)