Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

વાંકાનેરમાં મહાશિવરાત્રીની ઉજવણી

 વાંકાનેર મહાશિવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેર અને આસપાસના શિવ મંદિરોને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યા હતા. શિવ ભકતો દ્વારા ભગવાનની પુજા-આરાધના અને આરતી સાથેના પાવન કાર્યો થયેલ. શિવ મંદિરોમાં ભાવિકો માટે ફરાળ-પ્રસાદ ભાંગની પ્રસાદીનું વિતરણ થયેલ. શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરે બપોરે ૧ર વાગ્યે યોજાયેલ મહાઆરતીમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. અરૂણોદય સોસાયટીમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય 'જ્ઞાનગંગા ભવન' ખાતે પરમાત્મા અવતરણની સ્મૃતિ અપાવતુ આ પર્વ નિમિતે ભવ્ય બર્ફીલા બાબા અમરનાથ, દ્રાદર્શ જયોતીર્લીંગ તથા શિવ જલાભિષેકના ફલોટસ ઉભા કરવામાં આવેલ. ઉદ્દઘાટન દલપતગીરી ગોસ્વામીએ કરેલ. પુર્વ નગરપતિ જીતુભાઇ સોમાણી, શહેર ભાજપ પ્રમુખ દિનુભાઇ વ્યાસ, શાંતુભા ઝાલા, નગરસેવક ભાટી એન., મનુભાઇ સારેસા, કાંતિલાલ ઢુંઢીયા, ભુપીભાઇ શાહ સહિતના અગ્રણીઓ, ઓમ શાંતિ સંસ્થાના અગ્રણીઓ બ્રહ્માકુમારી-શૈલીદીદી, શારીકા દીદી સહિતના બહેનો તથા આમંત્રિતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સવારથી મોડીરાત્રી સુધી હજારોની સંખ્યામાં ભાવિકો કતારબંધ દર્શનનો લાભ લીધો હતો.

(9:32 am IST)