Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ગોંડલ પાસેના દાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીએ લઘુરૂદ્ર - ધ્વજા રોહણ

રાજકોટ : ગોંડલ તાલુકાના રીબડા નજીક દાળીયા ગામે આવેલ શ્રી દાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ધામધુમથી ઉજવણી કરાઇ હતી. સવારે લઘુરૂદ્ર અભિષેક બાદમાં ધ્વજારોહણ અને બપોરે બ્રહ્મભોજન માટે વ્યવસ્થા કરાઇ હતી. આ પ્રસંગે રાજકોટ પી.ડી.યુ. સરકારી હોસ્પિટલ અધિક્ષક ડો. મનીષ મહેતા (મો.૯૮૨૫૯ ૩૫૪૬૫) સહીત ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ, દાળેશ્વર સેવા મંડળ ટ્રસ્ટના નેજા હેઠળ પ્રમુખ અનંતભાઇ ભટ્ટ, પ્રફુલભાઇ જોષી, જયંતભાઇ ઠાકર, જયેશભાઇ રાવલ, રઘુભાઇ દવે, હરેશભાઇ ઠાકર, સમસ્ત ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ (સેન્ટ્રલ ઝોન) પૂર્વ પ્રમુખ કિશોરભાઇ ભટ્ટ દ્વારા કરાયુ હતુ. ધાર્મિક ઉત્સવમાં સરપંચ સહીત ગ્રામજનો પણ સહયોગી બન્યા હતા. સૌએ સાથે મળી ફરાળી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

(4:15 pm IST)
  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પર : ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 4:11 pm IST