Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

વાહન-મોબાઇલ ચોરીમાં મોરબી અને કચ્છમાંથી તડીપાર કુખ્યાત શબલો ઝડપાયો

ભુજ તા. ૧૪ :.. ભચાઉ પોલીસે ત્રણ ચોરાઉ બાઇકો અને ચાર ચોરાઉ મોબાઇલની સાથે કુખ્યાત આરોપી શબ્બીર હુસેન ઉર્ફે શબલાની ધરપકડ કરી છે.  રર વર્ષીય શબ્બીર ઉર્ફે રાખલો ઉર્ફે સલુ ઉમર ભટ્ટી મોરબી અને કચ્છમાંથી તડીપાર આરોપી છે. તડીપાર હોવા છતાં'યે ભચાઉ આવેલા આ કુખ્યાત આરોપીને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:23 am IST)