News of Wednesday, 14th February 2018

ભાવનગરના ફોટોગ્રાફર અજય જાડેજાને એવોર્ડ

ગુજરાતભરના ૩૦ જેટલા રેકોર્ડ હોલ્ડરોને એવોર્ડ એનાયત કરવા XDS સાયકલ કંપની દ્વારા સુરત ખાતે એક સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતભરમાંથી પોતાનું નામ લીમકા બુક અને ગીનીશ બુકમાં નોંધાવનાર  રેકોર્ડ હોલ્ડરોને સન્માનીત કરાયા હતા. ભાગનગરના ફોટોગ્રાફર અજય જાડેજા (મો.૯૮૨૪૨ ૩૭૭૨૪) નું અકસ્માતની ફોટોગ્રાફી બદલ લીમકામાં સ્થાન મેળવવા બદલ એવોર્ડ આપી સન્માન કરાયેલ. આ પ્રસંગે XDS સાઇકલના સુનિલ કાપડીયા, નિરલ કાપડીયા, મીસી પીયારા પુજા વ્યાસ, મીસીસ ઇન્ડીયા, મીસીસ પુજા શાહ, એશીયન અર્થ, દુરિયા ડાપીયા બાઇકર્સ (જે સ્વીઝરલેન્ડ સુધી બાઇક લઇને ગયા હતા) શ્રધ્ધા રાજ સુપર મોમ ડાન્સ ઇન્ડીયા ડાન્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સાયકલના બ્રાન્ડ એમ્બેસેડર  અને કાર્યક્રમના મુખ્ય સંચાલક કમલેશ મસાલાવાળા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીંગર અને હોસ્ટ રચના ડરયાનામીએ કર્યુ હતુ.

(11:20 am IST)
  • પાટણ કલેક્ટર ઓફિસમાં જ દલિત યુવાન ભડભડ સળગી ઉઠ્યો : વર્ષો બાદ પણ જમીન ન મળતા આત્મવિલોપનનો કર્યો પ્રયાસ : પાટણમાં પોલિસ - ફાયર બ્રિગેડની હાજરીમાં જ દલિત યુવકે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ : લોકોમાં મચી ગઈ નાસભાગ access_time 4:17 pm IST

  • બિહારની ધર્મશાળામાં બોમ્બ બ્લાસ્ટ : આરા ખાતે થયેલા વિસ્ફોટનો મુખ્ય આરોપી જીતેન્દ્રકુમારની ધરપકડ : કલકત્તાથી ૫ હુમલાખોરો આવ્યા'તા : ૧ હુમલાખોર ઘાયલ, ૩ ફરાર access_time 12:25 pm IST

  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST