News of Wednesday, 14th February 2018

ઉના પાસે ડી.એસ.સી પબ્લિક સ્કુલનો વાર્ષિકોત્સવ

ઉનાઃ વેરાવળ રોડ ખાતે ડીએસસી પબ્લિક સ્કુલ દ્વારા તારીખ ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ તેમના આઠમાં વાર્ષિક ઉત્સવની એક રંગારંગ સંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી. મુખ્ય મહેમાન તરીકે વેરાવળ ખાતે ના ઇન્કમ ટેક્ષ ઓફિસર દિનેશ રાજદેવ ઉપસ્થિત રહ્યા હતા. ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉના ના તાલુકા શિક્ષણ અધિકારી શ્રી જયેશ ગોસ્વામી હાજર રહ્યા હતા. કર્યાેક્રમની શરૂવાત એકેડેમિક વર્ષ ૨૦૧૬-૧૭ના વિદ્યાર્થી તારલાઓને સન્માનિત કરવાથી કરવામાં આવેલ હતી. ઇનામ વિતરણ ઉના સેલ્ફ ફાઇનાન્સ શાળા એશોના સભ્યો તથા આમંત્રિત મહેમાનોના હસ્તે કરવામાં આવેલ હતી. ત્યારબાદ શાળાના કે.જી. અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમના બાળકો દ્વારા પોતાની કૃતિઓ રજુ કરી વાલીઓ તથા ઉપસ્થિત મહેમાનોના દિલ જીતી લીધા હતા. ડીએસસી સ્કુલના હેડ પ્રિન્સીપાલ હેન્રી જોશેફે આભાર વિધિ કરી હતી.

(11:20 am IST)
  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST

  • આજે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ : ભારતમાં નહિં દેખાય : રાત્રે ૧૨:૨૫ થી શરૂ થશે સૂર્યગ્રહણ access_time 3:40 pm IST

  • સાંજે જામનગર નજીક ઢીંચડા ગામમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં ખાનગી ફાયરિંગની ઘટના બનવા પામેલ તે અંગે બેડી મરીન પોલીસ ટુકડી તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે access_time 12:42 am IST