Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ગોંડલમાં મરચા દળવાના કારખાનામાં આગ ભભુકીઃ ૭ થી ૮ લાખના મરચા બળીને ખાક

ગોંડલ તા. ૧૪: ગોંડલમાં ભોજરાજપરામાં મરચા દળવાના કારખાનામાં આગ ભભુકતા ૭ થી ૮ લાખના મરચા બળીને ખાક થઇ ગયા હતા.

મળતી વિતો મુજબ ગોંડલ ભોજરાજપરામાં સ્મશાન પાસે આવેલ રેશમ મસાલા નામના મરચા દળવાના કારખાનામાં પડેલ મરચાના જથ્થામાં અચાનક આગ ભભુકતા નાસભાગ મચી ગઇ હતી.

બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરના બે બંબાએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે, તે પૂર્વે કારખાનામાં પડેલ કાશ્મીરી મરચાની ૭૦ થી ૭પ બોરી સળગીને ખાક થઇ ગઇ હતી.

રેશમ મસાલા નામના કારખાનાના માલીકે જણાવ્યું હતું કે, કાશ્મીરી મરચાની ૧૦૦ થી વધુ બોરી પડી હતી. ૩૦ થી ૩પ બોરીને કાઢી લેવાઇ હતી પણ બાકીની ૭ થી ૮ લાખની ૭૦ થી ૭પ મરચાની બોરી સળલીને ખાક થઇ ગઇ હતી. આગ કયાં કારણોસર લાગી તે બહાર આવ્યું નથી.

(1:39 pm IST)