News of Wednesday, 14th February 2018

સુરેન્દ્રનગરઃ બ્રહ્મનારી શકિતના પ્રમુખનું સન્માન

વઢવાણઃ ઝાલાવાડ તેમજ ગુજરાતનું ગૌરવ એવા બ્રહ્મનારી શકિતના ગુજરાત પ્રમુખ દીપીકાબેન ત્રિવેદીનું શ્રી પરશુરામ ઇન્ટરનેશનલ રાષ્ટ્રીય બ્રાહ્મણ અધિવેશન જયપુર ખાતે સન્માન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યોમાંથી મહાનુભાવો હાજર રહ્યા હતા. હાલમાં દીપીકાબેન બ્રહ્મનારી શકિતના ગુજરાત પ્રમુખ તરીકેની કામગીરી સંભાળે છે તેમજ અન્ય સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. (તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(9:41 am IST)
  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST

  • ધ્યાન દેજો...મોરબી પાસે કચ્છના નાના રણમાં 'કલ્પસર' જેવી જ પાણી સંગ્રહની શકયતા :યોજના અમલી બન્યે સૌરાષ્ટ્ર સોનુ ઉત્પન્ન થશેઃ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા વિજયભાઇ રૂપાણી સમક્ષ રજુઆત access_time 4:11 pm IST

  • સાંજે જામનગર નજીક ઢીંચડા ગામમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં ખાનગી ફાયરિંગની ઘટના બનવા પામેલ તે અંગે બેડી મરીન પોલીસ ટુકડી તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે access_time 12:42 am IST