Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

જુનાગઢમાં તમાકુ-કેફી પદાર્થનું સેવન કરીને જયાં ત્યાં થુંકવા ઉપર પ્રતિબંધ : રૂ. ૧૦૦નો દંડ

 જુનાગઢ, તા. ૧૪ : વી.જે. રાજપૂત, આઇ.એસ.એસ., મ્યુનિસિપલ કમિશ્નર, જૂનાગઢ દ્વારા પરિપત્ર બહાર પાડીને શહેરમાં જોવા લાયક સ્થળો, બાગ-બગીચા, ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળો, જાહેર સ્થળો, જાહેર માર્ગો વગેરે વિસ્તારોમાં સંપૂર્ણ સ્વચ્છતાનું પ્રમાણ જળવાઇ રહે, તેમજ જુનાગઢ સ્વચ્છ શહેર બને તે હેતુથી જુનાગઢ શહેરમાં વસતા તમામ નાગરિકો તેમજ જુનાગઢ શહેરની મુલાકાતે આવેલ મુલાકાતીઓ/પ્રવાસે આવેલ પ્રવાસીઓ કે યાત્રાએ આવેલ યાત્રાળુઓ તમામને પાન, માવો, ફાકી, ગુટકા કે અન્ય કેફી પદાર્થનું સેવન કરી જયાં ત્યાં થુંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ હુકમનો ઉલ્લંઘન કરનાર પાસેથી રૂ. ૧૦૦/- દંડ વસુલ કરવામાં આવશે અને જરૂરીયાત મુજબ ઉપરોકત કાયદાની સબંધીત કલમ હેઠળ તેમજ અન્ય જોગવાઇઓ હેઠળ કાનૂની પગલા લેવામાં આવશે તેમજ જરૂર જણાયે સી.આર.પી.સી.ની કલમ-૧૩૩ હેઠળ જાહેર ન્યુસન્સ ઉભુ કરવા માટે જરૂરી ફોજદારી કાર્યવાહી માટે કોર્પો. દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. (૮.૪)

(9:40 am IST)