News of Wednesday, 14th February 2018

કેન્દ્ર અને રાજય સરકાર નગરજનોની સુખાકારી માટે માંગો તેટલી ગ્રાન્ટ આપવા તૈયારઃ મનસુખભાઇ માંડવીયા

ધ્રોલમાં ધનસુખભાઇ ભંડેરી, પ્રદિપભાઇ ખીમાણી, રાઘવજીભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભાજપનું પેજ પ્રમુખોનું સંમેલન

ધ્રોલ તા.૧૪ : ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે કોંગ્રેસને જળમુળથી ઉખેડીને ફેકી દેવા માટે કાર્યકર્તા દ્વારા ઘરે-ઘરે ફરીને પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, જામનગર જીલ્લાના પ્રભારી મંત્રી ધનસુખભાઇ ભંડેરી, ગુજરાત નગરપાલિકાઓના કન્વીનર પ્રદિપભાઇ ખીમાણી દ્વારા ધામા નાખીને ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખોનું વિશાળ સંમેલન યોજતા બાજુમાં જ કોંગ્રેસના કાર્યાલયમાં સોપો પડી ગયો હતો. પાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે તે નિશ્ચિત મનાઇ છે.

ધ્રોલ ખાતે નગરપાલિકાની ચૂંટણી અન્વયે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા નગરજનોની સુખાકારી માટે માંગો તેટલી ગ્રાન્ટ આપવા તૈયાર છે અને કોંગ્રેસને સત્તા સોપવાથી નગરજનોનું ભલુ નહી થાય તે સહિત ઉપર અને રાહુલ બાબા ઉપર આકરા પ્રહારો કર્યા હતા ઉપરાંત ધનસુખભાઇ ભંડેરી, પ્રદિપભાઇ ખીમાણી, ધ્રોલ નગરપાલિકાના ચૂંટણી ઇન્ચાર્જ રાઘવજીભાઇ પટેલ, મેઘજીભાઇ ચાવડા વગેરે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખોના વિશાળ સંમેલનમાં પ્રવચન આપીને ધ્રોલમાંથી કોંગ્રેસના ભ્રષ્ટાચારયુકત શાસનથી ત્રસ્ત નગરજનોને મુકત કરવા માટે કાર્યકરોને હાકલ કરી હતી.

આ વિશાળ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના ૭૦૦ જેટલા કાર્યકરો હાજરી આપતા કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે. સંમેલનમાં ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ મગનભાઇ ભોજાણી, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજા, માર્કેટીંગયાર્ડના ચેરમેન રસીકભાઇ ભંડેરી, નરેન્દ્રસિંહ ચુડાસમા સહિત ભાજપના આગેવાનો હાજરી આપીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો અને સંચાલન યુવા નેતા હિતેશ ભોજાણીએ કર્યુ હતુ.(૩-૧)

 

(10:35 am IST)
  • બિહારની ધર્મશાળામાં બોમ્બ બ્લાસ્ટ : આરા ખાતે થયેલા વિસ્ફોટનો મુખ્ય આરોપી જીતેન્દ્રકુમારની ધરપકડ : કલકત્તાથી ૫ હુમલાખોરો આવ્યા'તા : ૧ હુમલાખોર ઘાયલ, ૩ ફરાર access_time 12:25 pm IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST

  • આફ્રિકાના નૈરોબી ખાતે એક બિલ્ડીંગ ઉપરથી કુદીને ગુજરાતી યુવકે જીવ આપ્યાના હેવાલોઃ નૈરોબી ગુજરાતી સમાજે આ બનાવને સમર્થન આપ્યું છે access_time 4:11 pm IST