Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

PGVCL દ્વારા નવું પવન ફીડરનું લોકાર્પણ : મોટી પાનેલીના ૮૦૦ ખેડૂતોને પૂરો પાવર મળશે

મોટી પાનેલી તા. ૧૪ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ખાતે પીજીવીસીએલ દ્વારા નવું પવન ફીડરનું લોકાર્પણ થતા વિસ્તારના ખેડૂતોનો પાવર લોસનો પ્રસ્ન હલ થશે આજરોજ પાનેલીના માંડાસણ રસ્તે આવેલ ઇલેવન કેવી સબસ્ટેશનમાંથી જે એકજ ફીડર 'બજરંગ' દ્વારા પાનેલીના ઘેડી પંથક, ધારૃં વિસ્તારના તમામ ખેડૂતો સાથે ડેમ વિસ્તાર તેમજ વાલાસણ વિસ્તારના તમામ ખેડૂતોને વીજ પાવર પૂરો પડાતો હતો. જેનાથી ખેડૂતોને પૂરો પાવરના મળતો હોય અવાર નવાર પાવર લોસનો પ્રશ્ન રહેતો અને ખેડૂતોના વીજ ઉપકરણોમાં વારંવાર ખામી સર્જાતી હોય ખેડૂતોને ઉપકરણો રીપેર કરવા સમય અને નાણાંની બરબાદી થતી હતી. જેને લઈને વિસ્તારના ખેડૂતો ભારે પરેશાન અને નારાજ હતા.

આ અંગે ખેડૂતોએ પૂર્વ સરપંચ મનુભાઈ ભાલોડીયા તેમજ ખેડૂત આગેવાન જતીનભાઈ ભાલોડીયા સમક્ષ રજુઆત કરતા બન્ને આગેવાનોએ પીજીવીસીએલના અધિકારીઓ સમક્ષ ખેડૂતોની સમસ્યા અંગે ઉગ્ર રજુઆત કરતા પીજીવીસીએલ દ્વારા ઇલેવન કેવી માંથીજ અલગ 'પવન' ફીડર બેસાડી ઘેડી તેમજ ધારૃં વિસ્તારના ખેડૂતો માટે અલગ પાવર ફીડર બેસાડી વિસ્તારના ખેડૂતોનો પાવર લોસનો પ્રસ્ન હલ કરેલ છે.

'પવન' ફીડરનું લોકાર્પણ પૂર્વ સરપંચ મનુભાઈ ભાલોડીયાના હસ્તે કરવામાં આવેલ સાથેજ જેતપુર પીજીવીસીએલના આધિકારી તેમજ ભાયાવદરના પટેલ સાહેબ હેલ્પર ચાવડા તેમજ જતીનભાઈ ભાલોડીયા ઉપસ્થિત રહી ફીડરને ચાલુ કરી વિસ્તારના ૮૦૦ જેટલા ખેડૂતોનો પ્રશ્ન હલ કરેલ.

(11:26 am IST)