Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

વાંકાનેર યાર્ડમાં ત્રણ દિ' વરસાદની આગાહીના પગલે મગફળીની આવક બંધ રાખવાની જાહેરાત

વાંકાનેર તા. ૧૪: માર્કેટીંગ યાર્ડમાં હાલ મગફળી સહીતની જણસીની પુષ્કળ પ્રમાણમાં આવક થતી હોય તમામ શેડ ભરચક છે. હાલમાં આવતી મગફળીનો જથ્થો ખુલ્લા ગ્રાઉન્ડમાં ઉતારવો પડે તેટલી આવક છે ત્યારે વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલ દ્વારા તા. ૧પ થી ૧૯ સુધી હળવા ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે વાંકાનેર માર્કેટીંગ યાર્ડના દ્વારા ખેડુતોની કિંમતી મગફળીનો જથ્થો માર્કેટીંગ યાર્ડમાં વરસાદને પગલે પલળી નો જાય-બગડે નહિં તે હેતુએ આગામી તા. ૧૬-૧૭-૧૮ ના સવારના ૬-૦૦ વાગ્યા સુધી મગફળીની ઉતરાય યાર્ડમાં કરવા દેવામાં આવશે નહિં તેવી જાહેરાત કરી ખેડુતો-દલાલો અને વેપારીઓને નોંધ લેવા વાંકાનેર માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી ચૌધરીભાઇએ કરી છે.

(11:21 am IST)