Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કચ્છના ભચાઉ અને દુધઈમાં ભૂકંપના આંચકા

રાજકોટ::: આજે વહેલી સવારથી બપોર સુધીમાં કચ્છમાં ભૂકંપના બે આંચકા અનુભવાતા લોકોમાં  ભય પ્રસરી ગયો છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે આજે  વહેલીલી સવારે

 ૫ : ૫૩ વાગ્યે દુધઇ થી ૧૮ કિલોમીટર દૂર પૂર્વ તરફ કેન્દ્ર બિંદુ ધરાવતા ૨.૧ ની તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.

આજે બપોરે ૧૨:૪૩ વાગ્યે ભચાઉમાં ૩.૩ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ ભચાઉ થી 10 કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હતું.

(1:49 pm IST)