Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સુરેન્દ્રનગર ટુ-વે બનતો રોડની કામગીરી ત્રણ માસમાં પૂર્ણ ન થતા વેપારીઓમાં રોષ

શહેર કોંગ્રેસ દ્વારા કોન્ટ્રાકટર કામ મૂકી જતો રહેલ હોવાનો આક્ષેપ

વઢવાણ,તા.૧૪: સુરેન્દ્રનગર ટાવરથી આંબેડકર ચોક સુધીનો રસ્તો પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વન-વે માંથી ટુ વે રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેને આજે ત્રણ માસ જેટલો સમય વિતી ગયા હોવા છતાં પણ આ રોડની કામગીરી પૂર્ણ ન થતા આ રોડ ઉપર આવેલા વેપારીઓમાં રોસ સર્જાવા પામ્યો છે. અને આ રોડ ઉપરથી પસાર થવા માટે અત્યંત ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેનું મુખ્ય કારણ આ રોડ રસ્તાનું કામ પાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવતા અવારનવાર આ રોડ ઉપર ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાઇ રહી છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા આ રોડ રસ્તાનું કામ તાત્કાલિકપણે પૂરું કરવા માટે નગર પાલિકા સમક્ષ માંગ કરવામાં આવી છે અને આ વન-વે રોડનું ટુ વે રોડ જે કોન્ટ્રાકટરને કામ આપવામાં આવ્યું છે તે કોન્ટ્રાકટર કામ મૂકીને ભાગી ગયો હોવાનો આક્ષેપ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

આ બાબતે સ્થાનિક વેપારીઓ અને સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ પણ આ માંગ સાથે અને આ વન-વે રોડનું કામ ટુ વે ઝડપથી કામ પતાવી અને અવરજવર માટે આ રસ્તો ખુલ્લો મુકવામાં આવે તેવી હાલમાં શહેરીજનો પણ માંગ કરી રહ્યા છે ત્યારે આ બાબતે ધારાસભ્ય સહિત સત્ત્।ાધારી પક્ષ ઓ વેપારીઓ સાથે મિટીંગ કરી અને તાત્કાલિકપણે આ રોડ રસ્તા નું કામ પૂર્ણ કરાવી શહેરીજનો ને આ રોડ ઉપર અવરજવર કરવા માટે હાલાકી ન ભોગવવી પડે તેવી જિલ્લા કોંગ્રેસ અને જિલ્લાના વેપારીઓ માંગ કરી રહ્યા છે.

(12:01 pm IST)