Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

લોકસભા-રાજયસભામાં પ્રશ્ન અવર અને ઝીરો અવર કામગીરીનું માર્ગદર્શન

લોકશાહી માટેના કાયદા જયાં ઘડાય છે, તે ભારતીય સંસદમાં કેવી રીતે કામગીરી થાય છે તે તરફ નજર કરીએ

જૂનાગઢ : ભારત એક લોકશાહી દેશ છે અને આ જ લોકશાહી માટેના કાયદા જયા ઘડાય છે એ પવિત્ર જગ્યાનુ નામ છે ભારતીય સંસદ. જેમાં વર્ષમાં શિયાળુ સત્ર, બજેટ સત્ર અને ચોમાસુ સત્ર એમ ત્રણ સત્રમાં કામગીરી થાય છે. વાત કરીએ ચોમાસા સત્રની તો ભારતીય સંસદનું ચોમાસુ સત્ર સામાન્ય રીતે જુલાઇ થી સપ્ટેમ્બર હોય છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીની વચ્ચે ચોમાસુ સત્ર આજે તા.૧૪ સપ્ટેમ્બર થી ૧ ઓકટોબરની વચ્ચે યોજાશે. આની વચ્ચે લોકસભા અને રાજયસભાના સચિવાલય દ્વારા સુચના અપાઇ હતી કે આ વખતે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પ્રશ્ન અવર (કલાક) અને ઝીરો અવર (કલાક)નો સમય સંસદના બંને ગૃહો લોકસભા અને રાજયસભામાં પ્રતિબંધિત રહેશે. વિરોધપક્ષે આ પગલાની ટીકા કરી છે. કારણકે આ પગલામાંથી સરકારને પ્રશ્ન કરવાનો અધિકાર વિપક્ષ ગુમાવશે.

વિપક્ષના અવાજથી સરકારે તેમનો નિર્ણય બદલી આશિંક પ્રશ્ન અવરની મંજુરી આપી છે. હવે જોવુ રહ્યુ કઇ રીતે આગળ પ્રક્રિયા થાય છે.

પરંતુ આજે આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે સંસદના આ બે ગૃહોમાં પ્રશ્ન અવર અને ઝીરો અવર દરમિયાન શુ પ્રક્રિયા થાય છે અને કેવી રીતે થાય છે.

ઝીરો અવર શું છે?

આપણા બંધારણમાં કેટલાક આર્ટિકલ તેમજ કેટલીક પ્રક્રિયાઓ બીજા દેશોના બંધારણમાંથી સીધી જ લીધેલ છે જયારે કેટલાક આર્ટિકલ અને પ્રક્રિયાઓ ભારતના બંધારણ અને ભારતની સંસદને અનુકુળ હોય એ રીતે આપણા બંધારણના ઘડવૈયાઓએ વિકસાવેલ છે. જેમાંથી ઝીરો અવર એ ભારતની વિકસાવેલ પ્રક્રિયા છે. આમ તો જો કે ઝીરો અવર કાયદાની પ્રક્રિયામાં દર્શાવેલ નથી પરંતુ ઝીરો અવરની શરૂઆત ભારતીય સંસદમાં ૧૯૬૨થી થઇ. જયારે સાંસદોએ અનુભવ્યું કે તેમના મત વિસ્તાર અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર વધુ વિગતમાં ચર્ચા થવી જોઇએ. સામાન્ય રીતે ઝીરો અવરનું સેશન પ્રશ્ન અવરનાં સેશન પછી સીધુ જ ચાલુ થઇ જાય છે.

પ્રશ્ન અવરનું નિયમન કેવી રીતે થાય છે?

પ્રશ્ન અવરના દરેક પાસા સાથે કામ કરવા માટે સંસદમાં વ્યાપક નિયમો છે અને બંને ગૃહોના સભાપતિ મહોદય દ્વારા પ્રશ્ન અવરના સમય માટેનો અંતિમ નિર્ણય લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સામાન્ય રીતે પ્રશ્ન અવર સંસદની પ્રથમ કલાકમાં હોય છે પરંતુ ૨૦૧૪માં રાજયસભાના અધ્યક્ષ માનનીય હામિદ અન્સારીએ પ્રશ્ન અવરને સ્થળાંતર કરી સવારના ૧૧ થી બપોરના ૧૨ સુધી નિર્ધારીત કર્યુ હતુ.

કેવા પ્રકારના પ્રશ્નો પુછવામાં આવે છે?

સંસદીય નિયમોની માર્ગદર્શિકા સંસદોને માર્ગદર્શન પ્રદાન કરે છે જેમ કે પ્રશ્નો ૧૫૦ શબ્દો સુધી મર્યાદીત હોવા જોઇએ અને ચોકકસ હોવા જોઇએ. આ પ્રશ્નો ભારત સરકારની જવાબદારીના ક્ષેત્રથી પણ સબંધિત હોય શકે છે. પ્રશ્નો તે બાબતો વિશેની માહિતી પુછવામાં આવતી નથી જે રાષ્ટ્રહિતમાં જરૂરી ગુપ્ત માહિતી હોય તથા રાષ્ટ્રની અદાલતો (સુપ્રિમ કોર્ટ, હાઇકોર્ટ) સમક્ષ જે મુદ્દાઓ મુકવામાં આવ્યા હોય તે બે ગૃહોના સભાપતિ (અધ્યક્ષ) જ આખરે નકકી કરે છે કે સંસદ દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્નોને સરકાર દ્વારા જવાબ આપવા માટે પ્રવેશ આપવામાં આવશે કે નહિ.

પ્રશ્ન અવર સંસદના ચાલુ સત્ર દરમિયાન કેટલી વાર આવે છે?

પ્રશ્નો પુછવા અને જવાબો આપવાની પ્રક્રિયા તે દિવસોને ઓળખવા સાથે શરૂ થાય છે ૧૯૫૨ માં સંસદની શરૂઆતમાં, લોકસભાના નિયમોની જોગવાઇ કરવામાં આવી હતી જેમા દર્શાવ્યુ હતુ કે દરરોજ પ્રશ્ન અવર યોજાશે. બીજી બાજુ રાજયસભામાં અઠવાડીયાના બે દિવસ પ્રશ્નોતરી અવધિની જોગવાઇ હતી. થોડા મહિના પછી તેને બદલીને અઠવાડીયામાં ચાર દિવસ કરવામાં આવ્યા. પછી ૧૯૬૪થી રાજયસભામાં પણ પ્રશ્ન અવર દરરોજ યોજવામાં આવે છે. ત્યારપછીથી સત્રના બધા દિવસોમાં બંને ગૃહોમાં પ્રશ્નોતરી અવધિ રાખવામાં આવે છે પરંતુ તેમા બે દિવસ છે જેમા પ્રશ્ન અવર આપવામાં આવતુ નથી. જયારે જે દિવસે રાષ્ટ્રપતિ સેન્ટ્રલ હોલમાં બંને ગૃહના સાંસદોને સંબોધન કરે છે. (જોઇન્ટ સેશન) તે દિવસે તથા રાષ્ટ્રપતિ લોકસભા અને નવા સંસદ વર્ષના પહેલા દિવસે સરકારના ભૂતકાળમાં થયેલ કાર્યો તેમજ સરકારની ભવિષ્યની નિતીઓ પર ભાષણ આપે છે ત્યારે તેમજ નાણા પ્રધાન વાર્ષિક બજેટ રજૂ કરે તે દિવસે પ્રશ્ન અવર યોજાતી નથી.

સંસદ આટલા બધા પ્રશ્નો મેળવવા માટે કેવી રીતે વ્યવસ્થા કરે છે?

સાંસદો દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્નોના જવાબને સુવ્યવસ્થિત કરવ, મંત્રાલયોને પંચ જૂથોમાં મુકવામાં આવ્યા છે. દરેક જૂથ તેને ફાળવેલા દિવસે પ્રશ્નોના જવાબ આપે છે. ઉદાહરણ તરીકે છેલ્લા સત્રમાં, ગુરૂવારે નાગરીક ઉડ્ડયન, મજૂર, મકાન અને યુવા બાબતોના મંત્રાલયો અને સ્પોર્ટસ લોકસભાના સાંસદો દ્વારા પુછાતા પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. આ મંત્રાલયોનુ જૂથકરણ બે હાઉસ માટે અલગ છે જેથી પ્રશ્નોના જવાબ માટે પ્રધાનો એક જ ગૃહમાં હાજર રહી શકે.

સાંસદ સ્પષ્ટ કરી શકે છે કે તેઓ ઇચ્છે છે કે કેમ તેમના પ્રશ્નોના મૌખિક અથવા લેખીત જવાબ તેઓ તેમના પ્રશ્નના સંકેતમાં તારા (ફૂદડી)ની નિશાની લગાવી શકે છે તેઓ ઇચ્છે છે કે મંત્રીશ્રી સંસદના ફલોર પર આ સવાલનો જવાબ આપે  આપે. આ પ્રશ્નને તારંકીત તરીકે ઓળખવામાં આવે છે. મંત્રીશ્રીની પ્રતિક્રિયા પછી સવાલ પુછનારા સાંસદ અને અન્ય સાંસદો પણ તે પ્રશ્નને લગતા બીજા પુરક પ્રશ્નો કરી શકે છે.

મંત્રીઓ તેમના જવાબો કેવી રીતે તૈયાર કરે છે?

મંત્રાલયોને પ્રશ્નો ૧૫ દિવસ અગાઉથી પ્રાપ્ત થાય છે જેથી તેઓ પ્રશ્નોત્સવ માટે તેમના મંત્રીઓને તૈયાર કરી શકે. તેઓ તીવ્ર અનુવર્તી પ્રશ્નો માટે તૈયાર હોય છે જે ગૃહમાં પુછવાની અપેક્ષા હોય છે. સરકારના અધિકારીઓ ગૃહની એક ગેલેરીમાં નજીકમાં જ હોય છે જેથી તે પ્રશ્નના જવાબમાં મંત્રીને ટેકો આપવા માટે તેઓ નોંધ અથવા સબંધીત દસ્તાવેજો પસાર કરી શકે. જયારે સાંસદોને સરકારી કામગીરી અંગે વધુ માહિતી એકત્ર કરવી હોય ત્યારે તેઓ પ્રશ્નોના જવાબ લેખીતમાં મેળવવા પસંદ કરે છે આ પ્રશ્નોને આતારાંકિત પ્રશ્નો તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબો સંસદના ટેબલ પર મુકવામાં આવે છે.

શું પ્રશ્નો પુછવાની સંખ્યા મર્યાદીત છે?

એક દિવસમાં પુછાતા પ્રશ્નોની સંખ્યાના નિયમો વર્ષોથી બદલાયા છે. લોકસભામાં ૧૯૬૦ના અંત સુધી તારાંકીત પ્રશ્નોની સંખ્યાની કોઇ મર્યાદા નહોતી કે એક દિવસમાં કેટલા પ્રશ્નો પુછી શકાય પરંતુ ત્યાર પછી સંસદના નિયમોમાં ફેરફાર કરી તારાંકીત અને આતારાંકીત પ્રશ્નોની સંખ્યાને મર્યાદીત કરી છે. એક દિવસમાં સંસદ સભ્યો દ્વારા પુછવામાં આવેલ તારાંકીત અને આતારાંકીત પ્રશ્નોની કુલ સંખ્યા પછી તારાંકીત પ્રશ્નોને અલગ બેલેટમાં મુકવામાં આવે છે ત્યારબાદ તેમાથી પસંદ કરેલ ૨૦ તારાંકીત પ્રશ્નોના સમયગાળા દરમિયાન પ્રશ્નોના જવાબો લેવાય છે અને ૨૩૦ પ્રશ્નોના લેખીતમાં જવાબ લેવામાં આવે છે.

ગયા વર્ષે ૪૭ વર્ષના અંતર પછી એક રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં એક જ દિવસે જયારે બધા ૨૦ તારાંકીત પ્રશ્નોના જવાબ લોકસભામાં અપાયા હતા.

પ્રશ્ન અવર વિના પહેલા કયારેય સત્ર થયા છે?

સંસદીય રેકોર્ડ બતાવે છે કે ૧૯૬૨માં ચિની આક્રમણ દરમિયાન, શિયાળુ સત્ર આગળ ધપાવ્યું હતુ. સંસદીય ગૃહની શરૂઆત બપોરે ૧૨ વાગ્યે શરૂ થઇ હતી અને ત્યારે કોઇ પ્રશ્ન કલાક યોજાયો ન હતો. પહેલા સંખ્યા મર્યાદીત કરીને ફેરફારો કરવામાં આવ્યા હતા ત્યારપછી સરકાર અને વિપક્ષ વચ્ચેના કરાર બાદ પ્રશ્ન અવર સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.(૪૫.૧૧)

પ્રશ્નનો સમય શું છે, અને તેનું મહત્વ શું છે?

સંસદનો આ એક કલાક દરમિયાન સંસદના સભ્યો સરકારના મંત્રીઓને તેમના મંત્રાલયોના કાર્યો માટેના પ્રશ્નો પુછે છે અને આ બાબતે મંત્રીઓ જવાબદારીપુર્વક તે પ્રશ્નોના જવાબ આપે છે. આ પ્રશ્નો જે સાંસદ પુછે છે તે માહિતી મંત્રાલયો દ્વારા યોગ્ય કાર્યવાહી થાય છે કે કેમ એ અંગે જાણવા માટે રચાયેલ છે.

છેલ્લા ૭૦ વર્ષોમાં સાંસદોએ સફળતાપુર્વક આ સંસદીય ઉપકરણનો સંપુર્ણ ઉપયોગ કર્યો છે. આ પ્રશ્નોથી સરકારના કામકાજ પર તથા તેમના પ્રશ્નોથી નાણાકીય બાબત ખુલે છે અને સરકારના કામકાજને લગતી માહિતી અને માહિતી જાહેરક્ષત્રમાં લાવવામાં આવે છે. આ પ્રક્રિયા ટીવીમાં લાઇવ પ્રસારણ કરાય છે જેથી દેશની પ્રજા પણ સરકારના કામકાજ પર પુછવામાં આવેલ પ્રશ્નો તેમજ તેમના જવાબો મેળવી શકે છે.

(11:42 am IST)