Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ઉમેદમાં બે મકાનો ધરાશાયીઃ ખત્રીવાડામાં વિજળી પડી

ઉના-ગીરગઢડા ગ્રામ્ય પંથકમાં ૧ થી પાંચ ઇંચ વરસાદઃ ઉનામાં ૩ાા ઇંચઃ જાનહાનિ અટકીઃ પાકને નુકશાન

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૪ :.. છેલ્લા ર૪ કલાકમાં ઉના શહેરમાં ત્રણ થી સાડા ત્રણ ઇંચ તેમજ ઉના-ગીરગઢડા ગ્રામ્ય વિસ્તારમાં એકથી પાંચ ઇંચ વરસાદ પડી ગયો હતો વરસાદ દરમિયાન ઉમેજ ગામે  ર કાચા મકાન ધરાશાયી થઇ ગયેલ અને ખત્રીવાડામાં  ઉકાભાઇ પાંચાભાઇના મકાન ઉપર વિજળી ત્રાટકતા વીજ ઉપકરણો મળી જતાં નુકશાન થયું હતું બન્ને બનાવોમાં સદ્ભાગ્યે જાનહાની થઇ નથી.

ઉના શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણથી સાડા ત્રણ ઇચ વરસાદ વરસી ગયો હતો અને ઉના તથા ગીરગઢડાના ગ્રામ્ય વિસ્તારો સામતેર કાણક બરડા ઉમેજ સનખડા, ગાંગડા, ખત્રીવાડા, ગીરગઢડા, સૈયદ રાજપરા, દેલવાડા, જામવાળા, દ્રોણ, ઇટવાયા, જુડવડલી વિગેરે ગ્રામ્ય વિસ્તારો માં એકથી પાંચ વરસાદ પડી જતા પાણી પાણી અને ખેતરોમાં પાણી ભરાય ગયા હતાં. ઉમેજ ગામે વરસાદના કારણે બે મકાનો પડી બે કાચા મકાનો પડી ગયા હતાંે જેથી નુકશાન થયેલ ખત્રીવાડા ગામે ઉકાભાઇ પાંચાભાઇના મકાન ઉપર વિજળી પડતા ઘરના વીજ ઉપકરણો બળી ગયા અને સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. માલણ નદીના પુરનું પાણી સનખડા ગામના કેટલાક ખેતરો વિસ્તારમાં ઘુસીયા હતાં. ગીર જંગલમાં ભારે વરસાદના કારણે મછૂન્દ્રી નદી રાવળ, માલણ અને શાહીનદીઓમાં ઘોડાપુર આવેલ હતાં.

ઉના શહેરમાં અત્યાર સુધીમાં મોસમનો પ૦ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં પપ ઇંચ જેટલો વરસાદી પડીયો છે. અને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા અને ખેડૂતો ખેતીનો પાક સાવ નિષ્ફળ ગયો છે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

ગીર સોમનાથ જીલ્લા ભાજપ મંત્રી પ્રકાશભાઇ ટાંકે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કૃષી મંત્રી આર. સી. ફળદુને લેખીતમાં રજૂઆત કરી છે કે ઉના - ગીરગઢડા તાલુકાના કાંધી, વાવરડા, ઉમેજ, ભાચડ, ભડીયાદર, વાજડી, કંસારી ગામો ની સીમમાં ઓગષ્ટ તથા સપ્ટેમ્બર માસમાં  ભારે વરસાદ ૧પ૦ ટકાથી વધુ પડેલ છે.

ખેતરોમાં હજુ પાણી ભરાયેલ છે. મગફળી, કપાસ, કઠોળ, બાજરી, જૂવાર પાક સતદંર નિષ્ફળ ગયો છે. છેલ્લે ૩ ઇંચ વરસાદ વરસી જતા ખેડૂતોએ ખેતરમાં કાઢેલી મગફળીના પાથરા તણાઇ ગયા હતાં. તેથી ખેડૂતને ૧૦૦ ટકાા સહાય ચુકવવા માંગણી છે. જેથી શીયાળુ, ઉનાળુ, પાક લઇ શકે.

(11:26 am IST)