Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

તિરંગાયાત્રા દરમ્યાન જાંબુડા પાસેની ગૌશાળા નીમુલાકાત લેતા રાજ્યાના કૃષિ-પશુપાલન-ગૌસંવર્ધન મંત્રી : રાષ્ટ્રભક્તિ સાથે ગૌ વંશ પ્રેમનુ દર્શન કરાવતા કેબિનેટ મીનીસ્ટર રાઘવજીભાઈ પટેલ

વાયરસનુ આક્રમણ હોઇ હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભારમા મંત્રીનો પ્રવાસ અને જાત માહિતી માટે અવિરત લોકસંપર્ક

રાજકોટ તા.૧૪ :જામનગર જિલ્લામાં  તિરંગાયાત્રા દરમ્યાન જાંબુડા પાસેની  ગૌશાળા નીમુલાકાત  રાજ્યાના કૃષિ-પશુપાલન-ગૌસંવર્ધન મંત્રીએ લીધી હતી અને આ તકે 

રાષ્ટ્રભક્તિ સાથે ગૌ વંશ પ્રેમનુ દર્શન  કેબિનેટ મીનીસ્ટર રાઘવજીભાઈ પટેલ એ કરાવ્યાનુ લોકો કહે છે

વાયરસનુ આક્રમણ હોઇ હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભારમા મંત્રીનો પ્રવાસ અને જાત માહિતી માટે અવિરત લોકસંપર્કના આયોજન થઇ રહ્યા છે અને ગાયમાતા સહિત ગૌવંશ ના રહેવાના પાંજરાપોળ ગૌશાળા ગામો વંડા ખેતર પશુપાલકોના ફળીયા વગેરે સ્થળે રૂબરૂ જઇ જરૂરી નિરીક્ષણ કરી આ વાયરસમાથી પશુઓને ઉગારવાની જહેમત બિરદાવે છે અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે

દરમ્યાન જાંબુડાની વૃંદાવન ગૌ શાળાના ટ્રસ્ટી ચંદુભાઇ રાજ્યગુરૂએ 

વંદે માતરમ વંદે ગૌ માતરમ જય ભારત  સાથે જણાવ્યુ હતુ કે   જામનગર ના જાંબુડા ગામ તિરંગા યાત્રામાં પધારેલા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુગરા તથા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી તથા  જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા અને  સર્વે ગ્રુપ એ વૃંદાવન ગૌશાળા જાંબુડા ની મુલાકાતે પધારેલ તે તમામ ટીમનું સન્માન જાંબુડા વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટી તથા પ્રમુખ ચંદુભાઈ રાજ્યગુરુ તથા દેવકરણભાઈ ભેસદડીયા તથા વેલકમ વોટર રિસોર્ટ ડાયરેક્ટર વિશાલભાઈ તથા જાંબુડા અગ્રણી ગિરધરભાઈ તથા જાંબુડા શરદભાઈ દ્વારા  સન્માન કરવામાં આવેલ હતું કૃષિ મંત્રી રાઘવજીભાઈએ ગાયો વિશે ખૂબ ચિંતા કરેલ અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરે કે દરેક રોગમુક્ત બની જાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરેલ અને જાંબુડા વૃંદાવન ગૌશાળાના ગૌ સેવકો દ્વારા લમ્પિક વાયરસ માટે આયુર્વેદિક લાડુ બનાવે તે પણ દ્વારા ગાય માતાને ખવડાવયા હતા.  આ તકે મંત્રીશ્રીનો ગૌ સેવકો અને જાંબુડા વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટે ખૂબ આભાર માન્યો છે.

(3:57 pm IST)