Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

મોરબીના વજેપરમાં જુગારધામ પર દરોડો, ૯ પત્તાપ્રેમીઓ સાથે રોકડ રકમ રૂ ૧,૩૮,૪૦૦ જપ્ત કરી

મોરબી શહેરના વજેપર વિસ્તારના રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા નવ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧.૩૮ લાખ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન વજેપર શેરી નં ૨૧ માં રહેતા આરોપી રાજેશભાઈ સોનગ્રાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા રાજેશભાઈ મલાભાઇ સોનગ્રા, કેતનભાઈ રમેશભાઈ ચાવડા, અનિલભાઈ માલાભાઈ હડીયલ, અનિલભાઈ રતિલાલભાઈ પરમાર, વિશાલભાઈ લાલજીભાઈ સોનગ્રા, કરશનભાઈ હસમુખલાલ સોનગ્રા, પાર્થભાઈ ગોકળભાઈ નકુમ, પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ પરમાર અને મનસુખભાઈ દાનાભાઈ પરમાર એમ નવ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા અને રોકડ રકમ રૂ ૧,૩૮,૪૦૦ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

આઝાદી કા અમૃત મહોત્સવ મોરબી તિરંગાના રંગામાં રંગાઇ ગયું  મોરબીના ઉમિયા સર્કલે ૧૦૮ ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજ લહેરાવાયો

પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મહંત ભાવેશ્વરીબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

(2:37 pm IST)