Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

પોરબંદર ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી તિરંગા યાત્રામાં વિવિધ સંસ્થાઓ સહભાગી બની : રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા , લોકસભાના

સાંસદ રમેશભાઈ ધડુક ,ધારાસભ્ય સહિતના અગ્રણીઓ, અધિકારીઓ, ઋષિકુમારો, વિધાર્થીઓ, વેપારીઓ, સહિત બહોળી સંખ્યામાં જિલ્લાવાસીઓ જોડાયા

પોરબંદર તા,૧૪.  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પોરબંદર ખાતે તિરંગા યાત્રામાં જિલ્લા વહીવટી તંત્ર સાથે સાથે જિલ્લાની જુદી જુદી સંસ્થાઓ સહભાગી બની હતી. જેમાં સાંદિપની વિદ્યાનિકેતન, વી. જે. મોઢા કોલેજ, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો સહિત અનેક સંસ્થાઓ સહભાગી બનીને યાત્રાને સફળ બનાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ સંગઠનના પદાધિકારીઓને પણ  શુભકામના પાઠવી આયોજક સંસ્થાઓ અને જિલ્લા વહીવટી તંત્રને શુભકામના પાઠવી હતી.

 તિરંગા યાત્રામાં રસ્તામાં ભાતીગળ સંસ્કૃતિ અને દેશ પ્રેમ રજૂ કરતા ટેબલોઝ  અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. વિશાળ તિરંગાને ગરીમા સાથે લઈને યુવાનો નીકળ્યા ત્યારે પોરબંદરમાં હર ઘર તિરંગાનો અનેરો માહોલ સર્જાયો હતો. તિરંગા યાત્રાના સમાપન સમયે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રેલવે સ્ટેશન પાસે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની

સાથે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા સહિતના સંતો, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા , લોકસભાના 

સાંસદ રમેશભાઈ ધડુક ,ધારાસભ્ય  સહિતના અગ્રણીઓ, અધિકારીઓ, ઋષિકુમારો, વિધાર્થીઓ, વેપારીઓ, સહિત બહોળી સંખ્યામાં જિલ્લાવાસીઓ જોડાયા હતા.

(10:36 am IST)