Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

“આજ રાત તક તેરે બચ્ચે કો ઉઠા લેંગે” : મોરબીના સ્કૂલ સંચાલકને ટેલિફોનિક ધમકી.

આરોપી મુંબઈથી બોલતો હોવાની કેફિયત આપતા ફરિયાદ નોંધાવવાની તજવીજ, એલસીબી, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

મોરબી : બીશ્નોઈ ગેગના નામે એક શખ્સે મોરબીના ઉધોગપતિણે ખંડની માટે ધમકી આપી હોવાના તાજેતરમાં બનેલા બનાવ વચ્ચે એક ઘટના બહાર આવી છે. જેમાં મોરબીના શિક્ષણ જગતના અગ્રણીના પુત્રને ઉઠાવી જવાની ધમકી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. આરોપી મુંબઈથી બોલતો હોવાની કેફિયત આપતા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે અને આ બનાવની એલસીબી, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ રહેતા અને નવજીવન સ્કૂલના સંચાલક અતુલભાઈ પાડલીયાના ઘરે વોટ્સએપ ઉપર ફોન આવ્યો હતો. જેમાં અતુલભાઈના પત્ની કિંજલબેન ઉપર વોટ્સએપમાં કોઈકે ફોન કર્યા બાદ આ ફોન તેમના પુત્રએ ઉપડાયો હતો અને સામે હિન્દીભાષી શખ્સે હિન્દીમાં વાત કરીને એ બાળકને તારા મમ્મીને ફોન આપવાનું કહેતા કિંજલબેને ફોન રિસીવ કર્યો હતો. પણ હિન્દીમાં એ ધમકી દેતો હોવાથી ફોન કટ કરી નાખ્યો હતો બાદમાં કિંજલબેનના વોટ્સએપમાં કિંજલબેન અને તેમના પુત્રનો ફોટો મોકલ્યો હતો. વધુમાં કિંજલબેન અને તેમના પુત્રનો ફોટો મોકલી ફરી એ હિન્દીભાષી શખ્સે વોટ્સએપમાં ફોન કરીને કહ્યું હતું કે, મુંબઈ સે બોલ રહા હું, તેરે લડકે કા ફોટા આ ગયા હૈ, ઉસકી પુરી ડિટેઇલ આ ગઈ હૈ, આજ રાત તક તેરે બેટે કો ઉઠા લેર્ગે, તેવો ફોન આવ્યા બાદ કિજલબેને આ ઘટનાની પોતાના પતિને જાણ કરી હતી અને અતુલભાઈ પાડલીયાએ આ સમગ્ર ઘટના અંગે એ ડિવિઝન પોલીસ અને એલસીબીને જાણ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. જો કે હિન્દીભાષી શખ્સે માત્ર કિડનેપની વાત કરી હતી. ત્યારબાદ એના બે ફોન આવ્યા હતા પણ કિજલબેને એના ફોન ઉપાડ્યા નથી. એટલે ખરેખર ખંડણી માટે આ આ ધમકી તો નથી અપાઈ ને ? તેમજ આ બનાવમાં પ્રોફેશનલ ગેંગ છે કે કોઈ જાણભેદુ છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે

(11:21 pm IST)